સિરકા પેઇન્ટ્સ ઇન્ડિયા (Sirca Paints India) એ બોનસ શેર (Bonus Share) જાહેર કરવાની જાહેરાત કરી છે. કંપનીએ બુધવારે 29 માર્ચના રોજ શેરબજાર નિયમનકાર સેબીને મોકલેલી માહિતીમાં જણાવ્યું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે યોગ્ય શેર ધારકોને 1:1ના અનુપાતમાં બોનસ શેર આપવાની જાહેરાત કરી છે. જેનો અર્થ છે કે યોગ્ય શેર ધારકોને પ્રતિ એક શેરે એક શેર બોનસ તરીકે આપવામાં આવશે. સિરકા પેઇન્ટ્સના બોર્ડે તેના સાથે જ બોનસ શેર આપવાના ઉદ્દેશ્યથી 11 મેની તારીખને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે.
આ દરમિયાન સિરકા પેઇન્ટ્સના શેર બુધવારે એનએસઈ પર 0.55 ટકાના ઉછાળા સાથે 645 રુપિયાના ભાવ પર બંધ થયા હતા. પાછલા એક મહિનામાં કંપનીના શેરમાં 5.91 ટકા તેજી આવી છે. ત્યારે છેલ્લા એક વર્ષમાં તેના ભાવમાં 42.71 ટકાનો વધારો આવ્યો છે. જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં આ શેરે 532.54 ટકા જેટલું શાનદાર મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે.
ડિસેમ્બર મહિનાની ત્રિમાસિક ગાળા દરમિયાન સિરકા પેઇન્ટ્સનો શુદ્ધ નફો વધીને 10.53 કરોડ રુપિયા થયો છે. જેના પાછલા વચ્ચે સમાન સમયાગાળા દરમિયા નનફો 9.16 કરોડ રુપિયા હતો. જ્યારે વાત કરવામાં આવેલ કંપનીની નેટ ઇન્કમ તો ડિસેમ્બર મહિનાના ત્રિમાસિક ગાળામાં તે વધીને 66.18 કરોડ રુપિયા થઈ છે. જ્યારે એક વર્ષ પહેલા આ જ સમયાગાળા દરમિયાન તે 54.56 કરોડ રુપિયા છે. કંપનીનું પ્રતિ શેર અર્નિંગ ડિસેમ્બર મહિનામાં 3.84 રુપિયા હતું. જ્યારે ગત વર્ષે આ જ ત્રિમાસિક ગાળા દરમિયાન તે 3.34 રુપિયા હતું.
કોઈ કંપની દ્વારા પોતાના હાલના શેરધારકોને આપવામાં આવતા મફત શેરને બોનસ શેર કહેવામાં આવે છે. સામાન્ય રીતે કોઈ કંપની ડિવિડેન્ડ ન આપી શકવાની સ્થિતિમાં પોતાના શેર ધારકોને ઇન્સેન્ટિવ સ્વરુપે બોનસ શેર આપે છે. તેને વધારાનો શેર કહી શકાય છે. આ બોનસ શેરના રેશિયોનું નિર્ધારણ કંપનીનું બોર્ડ કરે છે.
બોનસ શેર અંતર્ગત 3 તારીખો ખૂબ જ મહત્વ ધરાવે છે. એક છે રેકોર્ડ ડેટ, એક્સ ડેટ અને ઇશ્યુ ડેટ, જેમાં રેકોર્ડ ડેટ એટલે તે તારીખ હોય છે જેના આધાર કંપની નક્કી કરે છે કોને કોને બોનસ શેર આપવામાં આવશે. એટલે કે નક્કી કરવામાં આવેલ રેકોર્ડ ડેટ પર જેની જેની પાસે કંપનીના શેર હોય છે તેમને બોનસ શેર આપવામાં આવે છે. જ્યારે એક્સ બોનસ ડેટ તેવી તારીખને કહેવામાં આવે છે. જે સામાન્ય રીતે રેકોર્ડ ડેટના એક દિવસ પહેલા હોય છે. બોનસ શેર મેળવવા માટે કોઈપણ રોકાણકાર પાસે એક્સ ડેટથી ઓછામાં ઓછા એક કે બે દિવસ પહેલા કંપનીના શેરમાં હોલ્ડિંગ હોવું જોઈએ.
(ડિસ્ક્લેમરઃ અહીં આપવામાં આવેલ બિઝનેસ આઈડિયા અથવા ખેતીની જાણકારી ફક્ત સમાન્ય માહિતી રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપની વિવેકબુદ્ધિનો ઉપયોગ ચોક્કસ કરો.)