નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની તરફતી 31 માર્ચે ખત્મ થયેલા નાણાકીય વર્ષમાં ઘણી કો-ઓપરેટિવ બેંકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. જો તમારું એકાઉન્ટ પણ આ બેંકોમાં છે, તો આ ખબર વિશે તમારી પાસે અપડેટ હોવી જરૂરી છે. આ બેંકોને રિઝર્વ બેંકની કડક કાર્યવાહીનો સામનો કર્યો છે. આરબીઆઈએ આ બેંકોનું લાયસન્સ રદ્દ કરવાની સાથએ જ કેટલીક બેંકો પર ભારે દંડ પણ ફટકાર્યો છે. આરબીઆઈની કાર્યવાહીમાં સૌથી વધારે નુકસાન કો-ઓપરેટિવ બેંકોને થયું છે.
હાલમાં જ 31 માર્ચ 2023ના રોજ ખત્મ થયેલા નાણાકીય વર્ષ 2022-23માં 8 કો-ઓપરેટિવ બેંકોનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. નિયમોનું પાલન નહિ કરવા પર રિઝર્વ બેંકની તરફથી બેંકો પર 100થી વધારે પેનલ્ટી લગાવી છે. કો-ઓપરેટિવ બેંકોના માઘ્યમથી ગ્રામીણ વિસ્તારોમાં તેજીથી બેંકિંગ સર્વિસનો વિસ્તાર થયો છે. આ બેંકોમાં સામે આવી રહેલી અનિયમિતતાઓના કારણે આરબીઆઈએ આ કડક પગલું ભર્યું છે.
બેદરકારીનો આરોપ- તમને જણાવી દઈએ કે બેવડા નિયમન અને નબળા ફાઇનાન્સ સિવાય સહકારી બેંકોને સ્થાનિક નેતાઓની દખલગીરીનો સામનો કરવો પડી રહ્યો છે. રિઝર્વ બેંકોના નિયમોમાં બેદરકારી દાખવનાર સહકારી બેંકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગત એક વર્ષમાં 8 બેંકોના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે. આવો જાણીએ, આરબીઆઈ તરફથી કઈ બેંકોનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે?
1. મુધોલ સહકારી બેંક
2. મિલાથ કો-ઓપરેટિવ બેંક
3. શ્રી આનંદ કો-ઓપરેટિવ બેંક
4. રૂપી કો-ઓપરેટિવ બેંક
5. ડેક્કન અર્બન કો-ઓપરેટિવ બેંક
6. લક્ષ્મી કો-ઓપરેટિવ બેંક
7. સેવા વિકાસ સહકારી બેંક
8. બાબાજી દાતે મહિલા અર્બન બેંક
આરબીઆઈએ ઉપરોક્ત બેંકોના લાયસન્સ અપર્યાપ્ત મૂડી, બેંકિંગ રેગ્યલેશનના નિયમોનું પાલન નહિ કરવાના કારણે કેન્સલ કર્યું છે. ભવિષ્યમાં કમાણીની સંભાવનાના અભાવ જેવા કારણોને લીધે પણ રદ કરવામાં આવે છે. આરબીઆઈ તરફથી ગત ઘણા વર્ષોમાં કો-ઓપરેટિવ બેંકિંગ સેક્ટર પર નજર રાખવામાં આવી રહી છે. કેન્દ્રીય બેંકે વર્ષ 2021-22માં 12 કો-ઓપરેટિવ બેંક, 2020-21માં 3 કો-ઓપરેટિવ બેંક અને 2019-20માં બે કો-ઓપરેટિવ બેંકના લાયસન્સ રદ્દ કરવામાં આવ્યા છે.