નવી દિલ્હીઃ જો તમે પણ ઈચ્છો છો કે, રિટાયરમેન્ટ પછી તમે આર્થિક રૂપથી આત્મનિર્ભર રહો, તો તમારે નેશનલ પેન્શન સિસ્ટમમાં રોકાણ કરવું જોઈએ. એનપીએસ ન માત્ર એક મોટુ રિટાયરમેન્ટ ફંડ બનાવવામાં મદદ કરે છે, પરંતુ રિટાયરમેન્ટ પછી સારું એવુ માસિક પેન્શનનો પણ જુગાડ કરી દે છે. આમાં જો સમજી વિચારીને રોકાણ કરવામાં આવે તો, દર મહિને 50 હજાર રૂપિયા પેન્શન મેળવી શકાય છે. તે પણ માત્ર રોજના 200 રૂપિયાનું રોકાણ કરીને, એનપીએસની શરૂઆત 2003માં સરકારી કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી. 2009માં તેને બધા વર્ગો માટે બહાર મૂકવામાં આવી હતી.
એનપીએસમાં કાર્યકારી ઉંમર દરમિયાન નિયમિત રીતે યોગદાન કરી શકાય છે. ત્યારબાદ 60 વર્ષ થવા પર જમા થયેલી રકમનો એક ભાગ નીકાળી શકાય છે અને બચેલી રકમને નિયમિત રૂપથી પેન્શન તરીકે પ્રાપ્ત કરી શકાય છે. એનપીએસમાં રોકાણ કરવા પર સેક્શન 80સી હેઠળ ડિડક્શનનો લાભ મળે છે, જેની મર્યાદા 1.5 લાખ રૂપિયા હોય છે. નેશનલ પેન્શન સિસ્ટમનો “EEE” કેટેગરી અંતર્ગત સમાવેશ થાય છે. આમાં રોકાણ કરવા પર ટેક્સ લાભ મળે છે. સાથે જ વળતર અને મેચ્યોરિટી અમાઉન્ટ પણ પૂરી રીતે ટેક્સ ફ્રી હોય છે.
એનપીએસમાં 40 ટકા એન્યુટી લેવી જરૂરી છે. નવા નિયમો પ્રમાણે, કોઈ પણ વ્યક્તિ મેચ્યોરિટી પર પૂરુ ફંડ ઉપાડી શકે નહિ. ફંડનો 40 ટકા હિસ્સાથી એન્યુટી ખરીદવી જરૂરી છે. આ એન્યુટીથી રિટાયરમેન્ટ પછી પેન્શન આપવામાં આવે છે. બાકીનું 60 ટકા ફંડ અકીકૃત નીકાળી શકાય છે. એક વ્યક્તિ 40 ટકા ફંડથી પણ એન્યુટી ખરીદી શકાય છે. જેટલી વધારે એન્યુટી હશે. માસિક પેન્શન પણ તેટલું વધારે હશે.
2.5 કરોડનું ફંડ બનાવવું પડશે - 50 હજાર રૂપિયા માસિક પેન્શન માટે 40 ટકા એન્યુટી ખરીદવા માટે 2.5 કરોડ રૂપિયાનું એનપીએસ ફંડ હોવુ જરૂરી છે. જો તમે 24 વર્ષની ઉંમરમાં એનપીએસ એકાઉન્ટ ખોલાવો છો અને રિટાયરમેન્ટ સુધી દર મહિને 6 હજાર રૂપિયા રોકાણ કરો છો, તો 60 વર્ષની ઉંમર સુધી તમારી પાસે 2.5 કરોડ રૂપિયાનુ ફંડ ભેગુ થઈ જશે. તમારે 60 વર્ષની ઉંમર સુધી એનપીએસમાં નિયમિત રૂપિયા જમા કરવા પડશે. આ રીતે તમે 36 વર્ષ આમાં રોકાણ કરી શકશો. તમારુ મૂળધન 2,55,2000 રૂપિયા થઈ જશે. એનપીએસમાં જમા રકમ પર જો 10 ટકાનું વળતર માની લેવામાં આવે તો, તેની કુલ કોપર્સ 2,54,50,906 રૂપિયા થઈ જશે.
આવી રીતે મળશે 50 હજાર રૂપિયા પેન્શન - તમે 60 વર્ષ સુધી રૂપિયા જમા કર્યા બાદ કુલ ફંડમાથી 40 ટકા એન્યુટી ખરીદો, તો આ રકમ 1,01,80,362 થઈ જશે. એટલે કે તમારે આટલી રકમ ખાતામાં રાખવી પડશે. જેના પર તમને વાર્ષિક ઓછામાં ઓછા 6 લાખ રૂપિયા વ્યાજ મળશે. આ રીતે તમને દર મહિને 50,000 રૂપિયા પેન્શન મળવાનું શરૂ થઈ જશે.