આજકાલ પાન કાર્ડ અને આધાર સાથે લિંક કરવું જરૂરી છે. જો આ પાન-આધારને લિંક કરવામાં નહી આવે તો તો ક્યાંય પણ પાન કાર્ડનો ઉપયોગ થશે નહીં. મતલબ જ્યાં મામલો પૈસાનો હશે, ત્યાં તમારું પાન કાર્ડ લિંક નહીં હોય તો તમારુ કામ આગળ નહીં વધી શકે. હવે નવી સમય મર્યાદા 30 જૂન 2023 છે. જોકે આ માટે જેટલું વહેલું કરો તેટલું સારું છે.
CBDTએ ગત વર્ષે એપ્રિલમાં નોટિફિકેશન બહાર પાડ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે એપ્રિલથી પેનલ્ટી સાથે પાન કાર્ડ લિંક કરી શકાશે. 30 જૂન, 2022 સુધી 500 રૂપિયા ચૂકવીને કોઈપણ તેને લિંક કરી શકશે. પરંતુ 1 જુલાઈ, 2022થી 31 માર્ચ, 2023 વચ્ચે પાન કાર્ડને 1000 રૂપિયા ચૂકવીને આધાર સાથે લિંક કરવામાં આવતું હતું. ત્યાર બાદ હવે કેન્દ્ર સરકારે આ સમય મર્યાદાને વધારીને 30 જૂન 2023 કરી છે.
હવે છેલ્લા કેટલાક દિવસો બાકી રહ્યા છે, જો આ કામ નહીં કરવામાં આવે તો મુશ્કેલી વધી શકે છે. પરંતુ તે દરમિયાન તમારે એ પણ જાણવું જોઈએ કે, જો તમે નવા પાન કાર્ડ માટે અરજી કરી હોય અથવા એજન્ટ દ્વારા પાન કાર્ડ મેળવ્યું હોય, તો શું તે અસલી છે? જો નહીં, તો તમે આ રીતે જાણી શકો છો.
ભૂતકાળમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા હતા, જેમાં નકલી પાન કાર્ડ મળી આવ્યા હતા. આ પાન કાર્ડનો રેકોર્ડ આવકવેરા વિભાગ પાસે નથી. અત્યાર સુધી મામલો ઠીક હતો, પરંતુ 31 માર્ચ સુધી તેને આધાર સાથે લિંક કરવું પડશે. જો તમે લિંક નથી કર્યુ, તો તેની વિગતો જ્યાં પણ વાપરી શકાય ત્યાં લાવવામાં આવશે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિ સમજી જશે કે, આ નકલી પાન કાર્ડ છે.
જો આવું થાય, તો તમારા તમામ નાણાંકીય વ્યવહારો બંધ થઈ જશે. બેંક ખાતું ખોલાવવું, મિલકત ખરીદવી અથવા વેચવી, વાહન ખરીદવું અથવા વેચવું, ITR ફાઇલ કરવું અને 2 લાખ રૂપિયાથી વધુની જ્વેલરી ખરીદવા જેવા ઘણા કાર્યો અટવાઇ જશે.
- સૌથી પહેલા તમારે આવકવેરા વિભાગના ઈ-ફાઈલિંગ (પાન કાર્ડ ઈ-ફાઈલિંગ) પોર્ટલ પર જવું પડશે. - અહીં તમારે 'Verify your PAN વિગતો'ની લિંક પર ક્લિક કરવાનું રહેશે.
- આ પછી યુઝર્સે પાન કાર્ડની વિગતો ભરવાની રહેશે (પાન કાર્ડની વિગતો કેવી રીતે તપાસવી). - તમને પાન નંબર, પાન કાર્ડ ધારકનું પૂરું નામ, જન્મ તારીખ વગેરે વિશે માહિતી આપવામાં આવશે.
- સાચી માહિતી ભર્યા પછી, પોર્ટલ પર એક મેસેજ આવશે કે, તમે ભરેલી માહિતી તમારા પાન કાર્ડ સાથે મેળ ખાય છે કે નહીં. - આ રીતે તમે સરળતાથી પાન કાર્ડની સત્યતા જાણી શકશો.
જો તમે હજુ સુધી PAN નથી બનાવ્યું તો સરકારે તેને મિનિટોમાં બનાવવાની સુવિધા શરૂ કરી છે. આ માટે તમારે ઈન્કમ ટેક્સની વેબસાઈટ પર જવું પડશે. આ સેવા એવા લોકો માટે છે, જેમણે હજુ સુધી PAN કાર્ડ નથી બનાવ્યું. E-PAN માટે તમારે તમારો આધાર કાર્ડ નંબર આપવો પડશે, જેમાંથી OTP જનરેટ થશે અને તમને થોડીવારમાં E PAN જારી કરવામાં આવશે. રેવન્યુ સેક્રેટરી અજય ભૂષણ પાંડેના જણાવ્યા અનુસાર, લોકોને પાન કાર્ડ મેળવવામાં ઘણી સગવડ મળી રહી છે.