નવી દિલ્હીઃ આમ તો હવે બેંકિંગના મોટાભાગના કામ ઓનલાઈન થઈ જાય છે. જેના કારણે સામાન્ય રીતે બેંકમાં જવાની જરુર રહેતી નથી. તો પણ ખાતું ખોલાવવાથી લઈને, ચેક અને અન્ય કામ માટે તારે બેંક બ્રાન્ચની મુલાકાત લેવી પડતી હોય છે.
તેમાં પણ જ્યારે હાલમાં જ 2000ની નોટને કેન્દ્રિય બેંક દ્વારા સર્ક્યુલેશનમાંથી પરત ખેંચવામાં આવી છે ત્યારે આ નોટને એક્સચેન્જ કરવા માટે તમારે બેંકમાં જવું જ પડે છે. તેવામાં આગામી મહિને ક્યારે ક્યારે બેંકો બંધ રહેશે તેની જાણકારી મેળવી લેશો તો ખોટો ધક્કો નહીં પડે.
આગામી મહિને એટલે કે જૂનમાં દેશના અલગ અલગ ઝોનમાં કુલ 12 દિવસ બેંકો બંધ રહેશે. જેમાં સપ્તાહના દરેક રવિવાર અને તે ઉપરાંત બીજા અને ચોથા શનિવારની રજાઓ પણ સામેલ છે. જેમાં 24, 25, અને 26 જૂન તેમજ 28,29 અને 30 જૂનના લોંગ વીકેન્ડ પણ છે. તો આવો જાણીએ બીજી કઈ કઈ તારીખે બેંકો બંધ રહેશે.
- 4 જૂન 2023: રવિવારની સાપ્તાહિક રજાના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.
- 10 જૂન 2023: બીજા શનિવારના કારણે દેશમાં બેંકોમાં રજા રહેશે.
- 11 જૂન 2023: રવિવારના કારણે દેશમાં બેંકો બંધ રહેશે.
- 15 જૂન 2023: રાજા સંક્રાંતિ અને વાયએમએ ડેના કારણે મિઝોરમ અને ઓડિશામાં બેંક બંધ રહેશે.
- 18 જૂન 2023: રવિવારના કારણે બંકો બંધ રહેશે.
- 20 જૂન 2023: રથ યાત્રાના કારણે મણિપુર અને ઓડિશામાં બેંકો બંધ રહેશે.
- 24 જૂન 2023: ચોથા શનિવારને કારણે બેંકોમાં રજા રહેશે.
- 25 જૂન 2023: રવિવારના કારણે બંકો બંધ રહેશે.
- 26 જૂન 2023: ખર્ચી પૂજાના કારણે ફક્ત ત્રિપુરામાં બેંકો બંધ રહેશે.
- 28 જૂન 2023: આ દિવસે બકરી ઈદના કારણે મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને કેરળમાં બેંકો બંધ રહેશે.
- 29 જૂન 2023: આ દિવસે બકરી ઈદના કારણે સમગ્ર દેશમાં બેંકો બંધ રહેશે.
- 30 જૂન 2023: રીમ ઈદ ઉલ અજહાના કારણે મિઝોમ અને ઓડિશામાં બેંકો બંધ રહેશે.