નવી દિલ્હીઃ નવા નાણાકીય વર્ષમાં આઈપીઓ પર દાવ લગાવવાની તૈયારીમાં લાગેલા રોકાણકારો માટે એક સારા સમાચાર છે. ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ કંપની એવલોન ટેકનોલોજીનો આઈપીઓ 3 માર્ચથી દાવ લગાવવા માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ પર 6 એપ્રિલ સુધી દાવ લગાવી શકશો. ગ્રે માર્કેટમાં તેના શેર ઈશ્યૂ પ્રાઈસ બેન્ડ 415-436 રૂપિયાના અપર બેન્ડથી 12 રૂપિયાની GMP પર ટ્રેડ થઈ રહ્યા છે.
રેડ હેરિંગ પ્રોસપેક્ટસના પ્રમાણે, કંપનીના આઈપીઓનું કદ 1,025 કરોડ રૂપિયાથી ઘટાડીને 865 કરોડ રૂપિયા કરી દેવામાં આવ્યુ છે. હવે આ કંપની ઈક્વિટી શેરોનું ફ્રેશ ઈશ્યૂથી 320 કરોડ રૂપિયા અને પ્રમોટર્સ તેમજ વર્તમાન શેરધારકો દ્વારા શેરોના વેચાણ OFSના માધ્યમથી કરી, 545 કરોડ રૂપિયા એકત્રિક કરવાની યોજના બનાવી રહી છે.
નવા ઈશ્યૂ દ્વારા પ્રાપ્ત થયેલ રકમનો ઉપયોગ કંપની દેવુ ચૂકવવા અને સામાન્ય કોર્પોરેટ ઉદ્દેશ્યોને પહોંચી વળવા માટે કરશે. જાણકારી અનુસાર, જાન્યુઆરીમાં કંપનીને આઈપીઓ લાવવા માટે મૂડી બજાર નિયામક સેબી પાસેથી પરવાનગી મળી હતી. જેએમ ફાઈનાન્સિયલ, ડીએએમ કેપિટલ એડવાઈજર્સ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ અને નોમુરા ફાઈનાન્શિયલ એડવાઈઝરી એન્ડ સિક્યોરિટીઝ પ્રાઈવેટ લિમિટેડ આ આઈપીઓ માટે મર્ચેન્ટ બેંકર છે.
માર્કેટ એક્સપર્ટના પ્રમાણે, પ્રમોટર હોલ્ડિંગ પહેલાથી જ ઓછી છે અને આઈપીઓ પછી તે હજુ પણ ઘટી જશે, જેના કારણે ઈશ્યૂમાં રોકાણથી તેઓ દૂર જઈ રહ્યા છે. હાલ એવલોનમાં પ્રમોટરની 70.75 ટકા હિસ્સેદારી છે અને શેરોની લિસ્ટિંગ પછી તે 51.24 ટકા રહી જશે. જો કે, જ્યારે બીજી તરફ બ્રોકરેજ ફર્મ Stoxtox.indiaએ તેને લાંબાગાળા માટે સબસક્રાઈબની રેટિંગ આપી છે.
1999માં સ્થાપિત એવલોન એક એન્ડ-ટૂ-એન્ડ ઈલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ પ્રોવાઈડર ફર્મ છે. તેના મુખ્ય ગ્રાહકોમાં ક્યોસન ઈન્ડિયા, જોનર સિસ્ટમ ઈંક, કોલિન્સ એયરોસ્પેસ, ઈ-ઈન્ફોચિપ્સ, ઘ યૂએસ માલાબાર કંપની અને સિસ્ટેક કોર્પોરેશન સામેલ છે. નાણાકીય વર્ષ 2022 સુધી તેની કામગીરીમાંથી આવક 840 કરોડ રૂપિયા હતી.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)