KARNATAKA: કોરોનાની સમસ્યામાંથી હજુ માંડ બહાર જ આવ્યા છીએ કે ભારતમાં હવે એક નવા વાયરસની એન્ટ્રી થઈ ચૂકી છે. દેશના કર્ણાટક રાજ્યમાં ઝિકા વાયરસનો પ્રથમ કેસ નોંધાયો છે. આ કેસ નોંધવાના કારણે આરોગ્ય વિભાગ દોડતો થઈ ગયો છે તો બીજી તરફ તેના સામે શું પગલાં લેવી તેની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે.
માત્ર પાંચ વર્ષની બાળકીમાં સંક્રમણ
કર્ણાટકમાં પાંચ વર્ષની બાળકીમાં ઝિકા વાયરસના સંક્રમણની પુષ્ટિ થઈ છે. રાજ્યના આરોગ્ય મંત્રી કે. સુધાકરે કહ્યું કે પાંચ વર્ષની બાળકીને ઝીકા વાયરસનો ચેપ લાગ્યો હોવાની માહિતી આપી હતી અને ત્યાર પછી તેને સાવચેતીનાં પગલાં લેવાની સલાહ આપવામાં આવી છે.
A 5-year-old girl in Karnataka has tested positive for the Zika virus & has been advised to take precautionary measures. This is first case in state & govt is monitoring the situation carefully. Our dept is well prepared to handle it: State Health Minister K Sudhakar
તેમણે કહ્યું કે રાજ્યમાં ઝિકા વાયરસનો આ પહેલો કેસ છે અને સરકાર સ્થિતિ પર કાળજીપૂર્વક નજર રાખી રહી છે. તેને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સંપૂર્ણ રીતે તૈયાર છે.
એડીઝ મચ્છરના કરડવાથી આ વાયરસ મનુષ્યમાં ફેલાય છે. આ મચ્છર દિવસે વધુ સક્રિય હોય છે. ગર્ભવતી મહિલાઓ પર આ વાયરસનું વધુ જોખમ છે. ઝીકા વાયરસથી માઈક્રોકેફેલી બીમારી થાય છે જેના કારણે બાળક નાના આકાર સાથે જન્મે છે અને તેના મગજનો યોગ્ય વિકાસ થતો નથી. જેના કારણે ગ્યૂલેન-બૈરે સિન્ડ્રોમ શરીરની તંત્રિકા તંત્ર પર હુમલો કરે છે જેના કારણે શારીરિક સમસ્યા સર્જાઈ શકે છે.
ઝીકા વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને વાયરલના લક્ષણો જેવા જ હોય છે જેમ કે, તાવ, સાંધાનો દુખાવો, શરીર પર લાલ ચકામા, માથામાં દુખાવો અને આંખો લાલ થઈ જવી. ઝીકા વાયરસના સંક્રમણને રોકવા માટે વેક્સીનનું સંશોધન કરવામાં આવ્યું નથી.
" isDesktop="true" id="1299513" >
ઝીકા વાયરસથી કેવી રીતે બચવું?
ઝીકા વાયરસથી બચવા માટે મચ્છરો ના કરડે તેનું ધ્યાન રાખવું જોઈએ. શરીર ઢંકાયેલું રહે તેવા કપડા પહેરો. ખુલ્લામાં સૂવું નહીં અને મચ્છરદાનીનો ઉપયોગ કરવો. ઘરની આસપાસ સાફ સફાઈ રાખવી. મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે પાણી ભરાય નહીં તેનું ધ્યાન રાખવું. તાવ, ગળામાં ખરાશ, સાંધાનો દુખાવો, આંખ લાલ થઈ જવી. આ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ડૉકટરનો સંપર્ક કરવો. આ પરિસ્થિતિમાં આરામ કરવો અને લિક્વિડ પદાર્થોનું વધુ સેવન કરવું. (નોંધ- આ લેખમાં આપવામાં આવેલ જાણકારીઓ અને સૂચનાઓ સામાન્ય જાણકારી પર આધારિત છે. ગુજરાતી ન્યૂઝ 18 આ બાબતની પુષ્ટી કરતું નથી. તેના પર અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતનો સંપર્ક કરવો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર