Home /News /world /

દુનિયાની સૌથી મોંઘી વસ્તુ! 1 ગ્રામના આપવા પડે છે 1.80 લાખ કરોડ રૂ. થી વધારે

દુનિયાની સૌથી મોંઘી વસ્તુ! 1 ગ્રામના આપવા પડે છે 1.80 લાખ કરોડ રૂ. થી વધારે

તમને એ જાણીને નવાઇ લાગશે કે સૌથી મોંઘી વસ્તુ સોના, ચાંદી કે કોઇ હીરો નથી. આનું નામ એન્ટિમેટર છે.

તમને એ જાણીને નવાઇ લાગશે કે સૌથી મોંઘી વસ્તુ સોના, ચાંદી કે કોઇ હીરો નથી. આનું નામ એન્ટિમેટર છે. જેની કિંમત 1.80 લાખ કરોડ રૂપિયા પ્રતિ ગ્રામા છે.

    દુનિયામાં સૌથી મોંઘુ શું છે? આ સવાલનો જવાબ જાણવા માટે કરોડો લોકોએ ગૂગલ પર સર્ચ કર્યું. તમને એ જાણીને નવાઇ લાગશે કે સોના, ચાંદી કે કોઇ હીરો નથી. આનું નામ એન્ટિમેટર છે. જેની કિંમત 1.80 લાખ કરોડ રૂપિયા પ્રતિ ગ્રામ છે.

    એન્ટિમેટર શું હોય છે?

    વિકીપીડિયામાં અપાયેલ જાણકારી પ્રમાણે એન્ટિમેટર એક પદાર્થ જેવું જ છે. આના એટમની અંદર દરેક વસ્તુઓ અન્ય કરતા ઊંધી છે. એટમમાં સામાન્ય રીતે પોઝિટીવ ચાર્જવાળા ન્યુક્લિયસ અને નેગેટિવ ચાર્જવાળા ઇલેક્ટ્રોસ હોય છે. પરંતુ એન્ટિમેટર એટમમાં નેગેટિવ ચાર્જવાળા ન્યુક્લિયસ અને પોઝિટીવ ચાર્જવાળા ઇલેક્ટ્રોન્સ હોય છે. આ એક ઈંઘણ છે જેનો ઉપયોગ અંતરિક્ષયાન અને વિમાનોમાં થાય છે.

    શું છે કિંમત?

    વૈજ્ઞાનિકોનું માનવું છે કે સૈદ્ધાંતિક રીતે આશરે અડધો કિલો એન્ટિમેટરમાં દુનિયાના સૌથી મોટા હાઇડ્રોજન બોમ્બથી પણ વધારે તાકાત હોય છે. નાસાએ પોતાના એક રિપોર્ટમાં લખ્યું છે કે, આમાંથી ઉપયોગી ઉર્જા મેળવવા માટે ઘણી મોટી રકમની જરૂર પડે છે. હાલ 1 મિલીગ્રામ એન્ટિમેટર બનાવવા માટે 2500 કરોડ ડોલર એટલે 1.82 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવા પડે છે. આનો વપરાશ હોસ્પિટલો અને રેડિયોઘર્મી અણુઓને પોઝિટ્રાન એમિશન ટોમોગ્રાફી તરીકે મેડિકલ ઇમેજીંગમાં પણ થાય છે. આનો વપરાશ પરમાણુ હથિયારોમાં પણ કરવામાં આવે છે.

    ક્યાંથી મળે છે એન્ટિમેટર

    આ અંતરિક્ષમાંથી જ નાના નાના ટુકડામાં રહેલુ હોય છે. જેમ દરેક ભૌતિક વસ્તુઓ એટલે પદાર્થમાંથી બને છે અને મેટરમાં પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન હોય છે, તેવી જ રીતે એન્ટિમેટરમાં એન્ટિપ્રોટોન, પોસિટ્રોન્સ અને એન્ટિન્યૂટ્રોન હોય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    આગામી સમાચાર