Home /News /world /

'દુનિયાના સૌથી મોટા વિમાને' ભરી પહેલી ઉડાણ, સ્પેસમાં લોન્ચ કરશે રોકેટ

'દુનિયાના સૌથી મોટા વિમાને' ભરી પહેલી ઉડાણ, સ્પેસમાં લોન્ચ કરશે રોકેટ

આ વિમાનની 385 ફુટ લાંબી પાંખો અમેરિકન ફુટબોલ મેદાન જેટલી મોટી છે

આ વિમાને 385 ફુટ લાંબી પાંખો અમેરિકન ફુટબોલ મેદાન જેટલી મોટી છે, પ્લેનમાં બોઇંગ 747ના 6 એન્જિન લગાવવામાં આવ્યા છે

    દુનિયાના સૌથી મોટા પ્લેને પોતાની પહેલી ટેસ્ટ ફ્લાઇટ પૂરી કરી દીધી છે. તેના બે 'હેડ' છે અને બોઇંગ 747ના 6 એન્જિન લગાવવામાં આવ્યા છે. આ વિમાને 385 ફુટ લાંબી પાંખો કોઈ એમરિકન ફુટબોલ મેદાન જેટલી મોટી છે. આ વિશાળ વિમાને શનિવારે મોયાવે રણની ઉપર પોતાની પહેલી ઉડાણ ભરી.

    આ વિમાન અંતરિક્ષમાં રોકેટ લોન્ચ કરવા માટે ખાસ તૈયાર કરવામાં આવ્યું છે. જાણકારો મુજબ, આ વિમાનની મદદથી સીધા સ્પેસમાં રોકેટ લોન્ચ કરી શકાશે, ત્યારબાદ રોકેટ સેટેલાઇજ્ઞને સ્પેસની કક્ષામાં સ્થાપિત કરશે.

    હાલના સમયમાં ટેકઓફ રોકેટની મદદથી ઉપગ્રહોને કક્ષામાં મોકલવામાં આવે છે. તેના મુકાબલે ઉપગ્રહોને કક્ષા સુધી પહોંચાડવામાં આ વિકલ્પ વધુ સારું રહેશે. આ વિમાનનું નિર્માણ સ્કેલ્ડ કમ્પોજિટ્સ નામની એક એન્જિનિયરિંગ કંપનીએ કર્યું છે.

    સ્ટ્રેટોલોન્ચ નામની કંપનીએ તેને બનાવ્યું છે. આ કંપની દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર નિર્માતા કંપનીઓ પૈકીની એક માઇક્રોસોફ્ટના સહ-સંસ્થાપાક પોલ એલને 2011માં શરૂ કરી હતી. કંપનીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, આજે સ્ટ્રેટોલાંચ વિમાને મોજેવ રણ પર 2.5 કલાક માટે ઉડાણ ભરી, જે 189 માઇલ પ્રતિ કલાકની ટોપ સ્પીડ પર પહોંચી ગયું. જુઓ ઐતિહાસિક ઉડાણનો વિડિયો...

    બીજી તરફ, સ્ટ્રેટોલોન્ચના સીઈઓ જીન ફ્લૂઇડે કહ્યું કે, ખૂબ જ સુંદર ફ્લાઇટ હતી. આજે પહેલી ઉડાણથી અમારા મિશનને મજૂબતી મળી છે. આશા છે કે અમે હવે રોકેટ લોન્ચના અન્ય વિકલ્પ આપી શકીશું.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Microsoft, Paul allen, Satellite, Stratolaunch, US, અમેરિકા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन