6 જુલાઈ વિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે

News18 Gujarati
Updated: July 6, 2020, 12:01 AM IST
6 જુલાઈ વિશ્વ ઝૂનોસીસ દિવસઃ કોરોના જ નહીં લગભગ 150 રોગ એવા છે જે પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે
પ્રતિકાત્મક તસવીર

6 જુલાઈ 1985ના દિવસે પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને વૈજ્ઞાનિક લુઈ પાશ્ચર દ્વારા પહેલાર સફળ હડકવાની રસીની શોધ કરી હતી. તેમની ઉપલબ્ધીના માનમાં ઝૂનોસિસ બીમારીઓના ખતરાથી સાવધાન કરવા માટે વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે.

  • Share this:
અમદાવાદઃ અત્યારે સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવતો કોરોના વાયરસ એક ચામાચીડિયા થકી ફેલાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે આજે 6 જુલાઈનું મહત્વ એટલા માટે વધી જાય છે કારણ કે આજે 6 જુલાઈએ વિશ્વ ઝૂનોસીસ દિવસ (world Zoonoses Day) તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાતી બીમારીઓ સામે જનજાગૃતિ લાવવા માટે મનાવવામાં આવે છે.

કેમ મનાવવાય છે
6 જુલાઈ 1985ના દિવસે પ્રસિદ્ધ ફ્રાંસીસી રસાયનજ્ઞ અને વૈજ્ઞાનિક લુઈ પાશ્ચર દ્વારા પહેલાર સફળ હડકવાની રસીની (Rabies vaccine) શોધ કરી હતી. તેમની ઉપલબ્ધીના માનમાં ઝૂનોસિસ બીમારીઓના ખતરાથી સાવધાન કરવા માટે વિશ્વ ઝૂનોસિસ દિવસ ઉજવવામાં આવે છે. રોગગ્રસ્ત પશુઓ અને મનુષ્યોથી સ્વસ્થ પશુઓ અને મનુષ્યોમાં ફેલાવાના સંચારી રોગોને અંગ્રેજીમાં ઝૂનોસિસ કહેવાય છે. આને જનિત અથવા પશુજન્ય રોગ પણ કહેવામાં આવે છે.

150 બીમારીઓ પશુઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે
આ પ્રકારની આશરે 150 બીમારીઓ છે. જેમાં હડકવા, બર્ડ ફ્લૂ, સ્વાઈન ફ્લૂ, જાપાની મસ્તિષ્ક જ્વર, પ્લેગ, ગ્લેડર, નિપાહ, બુરસેલોસિસ, લેપ્ટોસ્પાયરાસિસ, ટી.બી જેવી બીમારીઓનો સમાવેશ થાય છે. આમાંથી અનેક બીમારીઓ પ્રાણઘાતક હોય છે. પરંતુ સમયસર સારવાર અને રોકથામ પણ સંભવ છે. રસીકરણથી આ બીમારીઓને રોકી શકાય છે. મનુષ્યોમાં આ બીમારીમાંથી બચા વ જાગૃતિ લાવવા માટે વિશ્વ ઝૂનોસિસ દિવસનું ખાસ મહત્વ છે.

આ પણ વાંચોઃ-પૂણ્યતિથિ વિશેષ! ધીરુભાઈ અંબાણી અને આત્મનિર્ભર ભારત: પરિમલ નથવાણીઆ પણ વાંચોઃ-માતા-પિતાઓ માટે ખુશખબર! પુત્રીને કરોડપતિ બનાવનારી આ સ્કીમમાં નવું ખાતું ખોલવા માટે સરકારે આપી મોટી છૂટ

યોગ્ય જાણકારી અને યોગ્ય સારવારથી બચી શકાય
ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે આ તમામ પ્રકારની બીમારીઓના ખાસ પ્રકારના લક્ષણો માનવ શરીરમાં દેખાય છે ત્યારે કેટલીક બીમારીઓની સારવાર સરકારી હોસ્પિટલોમાં થાય છે. જ્યાં યોગ્ય જાણકારી અને યોગ્ય સારવારથી બીમારીથી બચી શકાય છે.

ચામાચીડિયાથી ફેલાયેલા કોરોનાએ ભારતમાં મચાવી તબાહી
ચીનના માર્કેટમાંથી ચામાચીડિાય થકી ફેલાયાલે કોરોના વાયરસે આખા વિશ્વની સાથે સાથે ભારતને પણ પોતાના ચપેટમાં લીધું છે. ભારતમાં કોવિડ-19ના કેસમાં રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. વોલ્ડોમીટર પ્રમાણે રવિવારે 5 જુલાઈ સાંજ સુધીમાં ભારતમાં 13 હજાર નવા કેસ આવ્યા હતા. જે અંતર્ગત દેશમાં કુલ કેસ 6.87 લાખ કેસ થઈ ચૂક્યા છે. આ સાથે જ ભારત સૌથી વધારે કેસના રૂપમાં રશિયાને પણ પાછળ પાડીને ત્રીજા નંબરે પહોંચી ગયો છે. રશિયામાં 6.81 લાખ કેસ છે.
First published: July 5, 2020, 11:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading