Home /News /world /

WorldEnvironmentDay: મહાસાગરોમાં દર વર્ષે ફેંકાય છે 80 લાખ ટન પ્લાસ્ટિક

WorldEnvironmentDay: મહાસાગરોમાં દર વર્ષે ફેંકાય છે 80 લાખ ટન પ્લાસ્ટિક

વિશ્વ પર્યાવરણ દિવસે દુનિયાભરમાં પ્લાસ્ટિકના ઉપયગ અંગે વિવાદ છેડાયો છે.

વિશ્વ પર્યાવરણ દિવસે દુનિયાભરમાં પ્લાસ્ટિકના ઉપયગ અંગે વિવાદ છેડાયો છે.

    વિશ્વ પર્યાવરણ દિવસે દુનિયાભરમાં પ્લાસ્ટિકના ઉપયગ અંગે વિવાદ છેડાયો છે. વિયેતનામમાં એક સમુદ્રી ઝાડ આખે આખું પ્લાસ્ટિકથી લપેટાઇ જવું, થાઇલેન્ડના એક સમુદ્રમાં પ્લાસ્ટિક બેગ ગળી જવાથી વ્હેલ માછલીનું મોત થવું. ઇન્ડોનેશિયાના પેરાડાઇઝ ટાપુઓ પર પાણીમાં કચરાનો ઢગલો મળવો. આવી ઘટનાઓ પ્લાસ્ટિક સંકટની એક ડરામણી તસવીર રજૂ કરે છે.

    મળતી માહિતી પ્રમાણે દુનિયાભારના મહાસાગરોમાં દર વર્ષે 80 લાખ ડટન પ્લાસ્ટિક ફેંકવામાં આવી રહ્યું છે. એટલે કે પ્રતિ દિન અને દરેક એક મિનિટે એક ટ્રક પ્લાસ્ટિક કરચો સમુદ્રમાં ફેંકવામાં આવી રહ્યો છે.

    આ પાંચ દેશોમાંથી સૌથી વધારે કરચો આવે છે

    મહાસાગર સંરક્ષણને લઇને 2015માં આવેલા રિપોર્ટ પ્રમાણે સમુદ્રમાં ફેંકવામાં આવતા કચરાનો અડધો ભાગ એશિયાના પાંચ દેશો, ચીન, ઇન્ડોનેશઇયા, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ અને વિયેતનામમાંથી આવે છે. આ બધા દેશો એશિયાની ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થા છે. પ્લાસ્ટિકનું ઉત્પાદન, વપરાસ અને નિતારણ મોટા જથ્થામાં થાય છે. મોટાભાગના દેશોમાં નિતારણ યોગ્ય રીતે કરવામાં આવતો નથી.

    ઇન્ડોનેશિયામાં ગ્રીનપીસના અભિયાનકર્તા અહમદ અશોવ બિર્રીએ કહ્યું હતું કે, અમે પ્લાસ્ટિકથી થનારા પ્રદૂષણના સંકટમાં આવી ગયા છીએ. આપણે આપણી નદીઓ અને મહાસાગરોને જોઇ શકીએ છીએ. આવી સ્થિતિમાં આપણે કંઇ કરવું પડશે.

    નિષ્ણાતોએ પ્લાસ્ટિકના ઉપયોગને લઇને વધારે ગંભીર ખતરાઓ તરફ સંકેત કર્યો છે. માઇક્રોપ્લાસ્ટિક નળના પાણીમાં, ભુજળ અને માછલીઓના અંદર પણ મળે છે. જેને એશિયાના લોકો દરરોજ ખાય છે. આ વખતે પર્યાવરણ દિવસની થીમ પ્લાસ્ટિક પ્રદૂષકો સામે લડવા પર છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: World Environment Day

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन