વિશ્વ સ્તનપાન સપ્તાહઃ માનું દૂધ બાળકો માટે પહેલી રસીનું કામ કરે છે

પ્રતિકાત્મક તસવીર

માતાનું દૂધ બાળકો માટે વરદાન છે. આવી વાતો ખૂબ જ સાંભળી છે. આ અંગે વિજ્ઞાન આ અંગે આંકડા ભેગા કરી ચુક્યું છે.

 • Share this:
  માનું દૂધ બાળકો માટે વરદાન છે. આવી વાતો ખૂબ જ સાંભળી છે. આ અંગે વિજ્ઞાન આ અંગે આંકડા ભેગા કરી ચુક્યું છે. સ્તનપાનને પ્રોત્સાહન આપવા માટે દુનિયાભરમાં 1થી 7 ઓગસ્ટ વિશ્વ સ્તનપાન દિવસના રૂપમાં ઉજવવામાં આવે છે. આ આખા સપ્તાહ દરમિયાન નવી માતાઓ અને ગર્ભવતી મહિલાઓને બ્રેસ્ટફિડિંગ અને તેનાથી થતા ફાયદાઓ અંગે જાણકારી આપવામાં આવશે. સ્તનપાનથી જોડાયેલી ભ્રામક માન્યતાઓને દૂર કરવાનું પણ મહત્વનો મુદ્દો છે.

  વિજ્ઞાન પ્રમાણે જન્મના તરત બાદ વધારેમાં વધારે કલાકની અંદર નવજાત બાળકને સ્તનપાન કરાવવામાં આવે તો બાલ મૃત્યુદર ખુબ જ ઓછો થઇ શકે છે. માહિતી અને સહયોગના અભાવે ખાસકરીને ગ્રામીણ વિસ્તારોમાં નવી માતા નવજાતને સ્તનપાન નથી કરાવી શકતી. જેની અસર બાળકના કુપોષણના રૂપમાં જોવા મળે છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને બ્રેસ્ટ ફિડિંગ વીકની શરૂઆત વર્ષ 1992માં કરવાાં આવી હતી. જ્યારે પહેલી વખત સ્તનપાન સપ્તાહ દિવસની ઉજવળી કરવામાં આવી હતી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞ અને લેખન સાથે સંકળાયેલા લોકો આને પ્રોત્સાહનમાં લાગેલા છે.

  દુનિયાના 170થી વધારે દેશોમાં ઉજવાઇ રહેલા આ સપ્તાહમાં હવે વર્કિંગ માતા ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વર્કિંગ મહિલાઓ ઇચ્છે તો પણ પોતાના બાળકને છ મહિના સુધુ સ્તનપાન નથી કરાવી શકતી. આ ખાસ વાતને ધ્યાનમાં રાખીને બ્રેસ્ટમિલ્ક કાઢી તેને સ્ટોર કરવાની રીતો બતાવવામાં આવી છે. અહીં એ જાણવું ખુબ જ જરૂરી છે કે, સ્તનપાન કરાવવું જરૂરી છે. જેનાથી બાળકના શરીર પર કોઇ નકારાત્મક અસર નથી પડતી. સ્તનપાનથી બ્રેસ્ટ કેન્સરનો પણ ખતરો ખુબ જ ઓછો થઇ જાય છે.

  અત્યારના દિવસોમાં બોટલ્ડ દૂધનું ચલણ વધી રહ્યું છે. જે શિશુ માટે ખુબ જ ખતરનાક બની શકે છે. જો સાફ-સફાઇ અંગે સહેજ પણ ચૂક થઇ જાય તો વધારે ખતરો બની શકે છે. માતાનું દૂધ દરેક પોષક તત્વોથી ભરપુર હોય છે. શરૂઆતના દૂધને કોલસ્ટ્રમ કહેવાય છે. આ દૂધ ગટ,પીળું અને એન્ટીબોડિઝ યુક્ત હોય છે. જેને બાળકને પહેલી રસી પણ માનવામાં આવે છે. આ દૂધની માત્રા ભેલે ઓછી હોય પરંતુ બાળકને પુરતા પોષક તત્વો મળી રહે છે. જન્મના કલાક દરમિયાન બાળકને સ્તનપાન કરાવવું જોઇએ.
  Published by:Ankit Patel
  First published: