Home /News /world /

OMG! 4 મહિના pregnant હતી દુલ્હન, વરરાજાએ વેડિંગ સ્પીચમાં કર્યો અચાનક કર્યો ખુલાસો

OMG! 4 મહિના pregnant હતી દુલ્હન, વરરાજાએ વેડિંગ સ્પીચમાં કર્યો અચાનક કર્યો ખુલાસો

દુલ્હન 16 અઠવાડિયાથી ગર્ભવતી છે

વરરાજા (Groom)એ તેના લગ્નના દિવસે (Wedding Day) તમામ મહેમાનોને ચોંકાવી દીધા હતા. તેણે કહ્યું કે, તેની પત્ની ગર્ભવતી છે. અને સપ્ટેમ્બર 2022માં અમારા બાળકને જન્મ (Pregnant Bride) આપશે.

    લગ્નનો દિવસ (Wedding Day) દરેક માટે ખૂબ જ ખાસ હોય છે. આજે અમે એવા લગ્નના દિવસ વિશે જણાવવા જઈ રહ્યાં છે જે ક્ષણ પહેલાથી જ રોમાંચક હતી પણ નવપરિણીત યુગલ ટેલર (Taylor) અને ડેન સ્ટ્રોટન (Dan Straughton) તેમના લગ્નના મહેમાનો સાથે વિશેષ આશ્ચર્ય (Pregnant Bride) શેર કર્યા પછી વઘુ રોમાંચક થઈ ગઈ. બંનેએ ખાસ દિવસનો ઉપયોગ તેમના નજીકના અને પ્રિયજનોને જણાવવા માટે કર્યો કે તેઓ તેમનું પ્રથમ બાળક એક્પેક્ટ કરી રહ્યાં છે.

    વરરાજાના વેડિંગ સ્પીચ દરમિયાન, તેમને મહેમાનોને આશ્ચર્યમાં મૂકી દીધા કારણ કે તેમણે જાહેર કર્યું કે તેની પત્ની 16 અઠવાડિયાની ગર્ભવતી છે. નવવિવાહિત કપલે તેનો એક વીડિયો Tiktok પર શેર કર્યો છે. જેમાં વરરાજા લગ્નના ભાષણ દરમિયાન કહે છે કે અમે આ દિવસ માટે ઘણી મહેનત કરી હતી. લગ્ન માટે સ્થળ નક્કી કરવાથી માંડીને અન્ય તમામ વ્યવસ્થાઓમાં તેણે ઘણું કામ કર્યું.પરંતુ આજે અમારા માટે બેવડી ખુશીનો સમય છે, કારણ કે મારી ભાવિ પત્ની ગર્ભવતી છે અને અમે ટૂંક સમયમાં બાળકની અપેક્ષા રાખીએ છીએ.

    'ધ મિરર' અનુસાર દુલ્હનનું નામ ટેલર અને વરનું નામ ડેન સ્ટ્રોટન છે. ટિકટોક પર વીડિયો શેર કરતા ટેલરે કેપ્શનમાં લખ્યું- "અમારા લગ્નના મહેમાનો માટે 'સરપ્રાઈઝ' એ ગુપ્ત રાખવામાં આવ્યું હતું કે બેબી સ્ટ્રોટન સપ્ટેમ્બર 2022માં આવી રહ્યું છે."

    આ પણ વાંચો: Indian Air Forceમાં પિતા-પુત્રીએ ફાઈટર જેટ ઉડાવીને રચ્યો ઈતિહાસ, જાણો Ananya અને Sanjay Sharmaની કહાની

    આ Tiktok વીડિયોને ત્રણ લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયોમાં ડેન સ્ટ્રોટન અને ટેલર લગ્નના ડ્રેસમાં જોવા મળી રહ્યા છે. બંને એક મંચ પર બેઠા છે. વીડિયોમાં ડેન કહે છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી ટેલર લગ્નની સતત તૈયારી કરી રહી છે. આ સાથે તેના પેટમાં એક બાળક પણ ઉછરી રહ્યું છે. ટેલર 16 અઠવાડિયાની ગર્ભવતી છે. તેથી આ લગ્ન આપણા માટે બેવડી ખુશીનો સમય છે. ડેને કહ્યું કે મને મારી પત્ની પર ગર્વ છે.

    આ પણ વાંચો: પ્રેમી સાથે ભાગી રહી હતી યુવતી, માતાએ પીછો કરી દીકરીને પકડી, જાણો પછી શું થયું...

    લગ્નના દિવસે વરરાજા દ્વારા દુલ્હનની પ્રેગ્નન્સીના સમાચાર આપતા આ વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે કહ્યું- વરરાજાએ મહેમાન સખત ચોંકાવી દીઘા. તે જ સમયે, અન્ય યુઝરે લખ્યું - લગ્નની સાથે બાળકને અભિનંદન. એકે કહ્યું - અન્ય પદ્ધતિઓ અપનાવી શકાઈ હોત. જ્યારે અન્ય એક દર્શકે લખ્યું: "આખો દિવસ મેં જોયેલી આ સૌથી સ્વીટ વસ્તુ છે, અભિનંદન"
    યુઝર્સે આ વીડિયો પર મિશ્ર પ્રતિક્રિયા આપી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: OMG News, Shocking news, Viral news, Wedding

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन