'રામ રાખે તેણે કોણ ચાખે'! આતંકવાદીઓએ ત્રણ કલાક પહેલા જન્મેલી બાળકીને મારી બે ગોળી, તો પણ બચી ગઈ

News18 Gujarati
Updated: May 15, 2020, 11:21 PM IST
'રામ રાખે તેણે કોણ ચાખે'! આતંકવાદીઓએ ત્રણ કલાક પહેલા જન્મેલી બાળકીને મારી બે ગોળી, તો પણ બચી ગઈ
ઘાયલ બાળકીની તસવીર

એક તરફ આતંકવાદીઓની બેરહેમી કે તેમણે ત્રણ કલાક પહેલા જન્મેલી બાળકી ઉપર દયા ન ખાધી અને તેના ઉપર બે ગોળીઓ ચલાવી દીધી. જ્યારે બીજી તરફ ઈશ્વરનો ન્યાય કે બે ગોળીઓ વાગવા છતાં બાળકી બચી ગઈ હતી.

  • Share this:
કાબુલઃ દુનિયામાં કેટલીક ચમત્કાર એવા થાય છે કે જે ભગવાનમાં વિશ્વાસ મજબૂત કરે છે. કંઈક આવી જ ઘટના અફઘાનિસ્તાન (Afghanistan)માં બની છે. અહીં આતંકવાદીઓએ (terrorist) એક નવજાત બાળકીને બે ગોળીઓ મારી જે માત્ર ત્રણ કલાક પહેલા જ જન્મી હતી. આમ છતાં તે બચી ગઈ હતી. ડેઈલી મેલના એક રિપોર્ટ પ્રમાણે અફઘાનિસ્તાનના કાબૂલમાં મેટરનિટી હોસ્પિટલમાં કેટલાક આંતવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 24 લોકોના મોત થયા હતા. જેમાં માતાઓ, નર્સો અને બે નવજાત બાળકોનો સમાવેશ થાય ચે. પરંતુ એક નવજાત બાળકીને બે ગોળીઓ વાગવા છતાં પણ તેનો જીવ બચી ગયો હતો.

એક તરફ આતંકવાદીઓની બેરહેમી કે તેમણે ત્રણ કલાક પહેલા જન્મેલી બાળકી ઉપર દયા ન ખાધી અને તેના ઉપર બે ગોળીઓ ચલાવી દીધી. જ્યારે બીજી તરફ ઈશ્વરનો ન્યાય કે બે ગોળીઓ વાગવા છતાં બાળકી બચી ગઈ હતી.

આ પણ વાંચોઃ-માથાફરેલ પત્ની! બેડરૂમના બદલે લિવિંગ રૂમમાં સુઈ ગયો પતિ, નારાજ પત્નીએ પતિ ઉપર ફેંક્યું ઉકળતું પાણી

માનવામાં આવે છે કે ISIS સાથે સંબંધ ધરાવનાર ત્રણ આતંકવાદીઓએ હોસ્પિટલ ઉપર હુમલો કર્યો હતો. કાબુલના મેટરનિટી હોસ્પિટલમાં ઘૂસવાની સાથે જ આતંકવાદીઓએ બોમ્બ અને ગોળીઓ ચલાવવાનું શરૂ કરી દીધી હતું. આતંકવાદીઓ પોલીસ ફોર્સની વર્દી પહેરેલી હતી. હેન્ડ ગ્રેનેડ્સ અને ફાયરિંગ આખો વિસ્તાર હચમચી ગયો હતો. ચારે બાજુ બુમો પડી રહી હતી.

આ પણ વાંચોઃ-લોકડાઉનમાં લોહિયાળ ધીંગાણું! ગીરસોમનાથના ધામળેજ બંદરે એક જ કોમના બે જૂથો વચ્ચે અથડામણ, એકનું મોત

આ હુમલામાં ત્રણ કલાક પહેલા જન્મેલી એક બાળકીનો પણ સમાવેશ થયો હતો. નવજાત બાળકીના પગમાં બે ગોળીઓ વાગી હતી. હુમલામાં 24 લોકો માર્યા ગયા હતા અને બાળકી સાથે આશરે 15 લોકો ઘાયલ થયા હતા. જ્યારે ત્રણે આતંકવાદીઓને પણ ઠાર મરાયા હતા.આ પણ વાંચોઃ-પ્રેમનો કરુણ અંજામ! સુરતમાં બે બાળકોની માતા ઉપર પ્રેમીએ એસિડ ફેક્યું, મહિલા બાથરૂમમાં ગંભીર હાલતમાં મળી

ડોક્ટરોએ નવજાત બાળકીનું ઓપરેશન કર્યું હતું. બે ગોળી વાગવાથી બાળકીનો જમણો પગ સંપૂર્ણ પણે નષ્ટ થયો હતો. જોકે આ હુમલામાં બાળકીની માતાનું મોત થયું હતું.
First published: May 15, 2020, 11:02 PM IST
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading