Home /News /world /

પાકિસ્તાનમાં મહિલાઓ લડી રહી હતી ચૂંટણી, ભારતીય ફેલાવી રહ્યા હતા ‘સેક્સિઝમ’

પાકિસ્તાનમાં મહિલાઓ લડી રહી હતી ચૂંટણી, ભારતીય ફેલાવી રહ્યા હતા ‘સેક્સિઝમ’

ફાઇલ તસવીર

પાકિસ્તાનમાં 25 જુલાઇએ ત્રીજી વખત ચૂંટણી કરવામાં આવી હતી. તમામ મીડિયા અને વિશ્વેષકોના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ અત્યાર સુધીની સૌથી ‘ગંદી’ચૂંટણી હતી. આ ગંદકી સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે.

    રાખી બોઝ

    પાકિસ્તાનમાં 25 જુલાઇએ ત્રીજી વખત ચૂંટણી કરવામાં આવી હતી. તમામ મીડિયા અને વિશ્વેષકોના રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે, આ અત્યાર સુધીની સૌથી ‘ગંદી’ચૂંટણી હતી. આ ગંદકી સોશિયલ મીડિયામાં પણ જોવા મળી રહી છે.

    પાકિસ્તાનની આ ચૂંટણીમાં મહિલાોની ભાગીદારીની સંખ્યા વધારે રહી છે. જેમાં પાકિસ્તાનના ચૂંટણી પંચે આંશિક રૂપથી મદદ કરી છે. ચૂંટણી પંચ તરફથી સૂચના આપવામાં આવી હતી કે, ચૂંટણી લડનાર દરેક દળમાં 5 ટકા મહિલા ઉમેદવારો હશે. આમ ચૂંટણી માટે 272 સીટોમાંથી 171 સીટો ઉપર મહિલા ઉમેદવારો હતી.





    આવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા ઉપર જે ચાલ્યું એ કોઇપણ પ્રકારે પ્રભાવશાળી લાગ્યું નહીં. એક તરફ પાકિસ્તાન ચૂંટણીમાં વ્યસ્ત હતું ત્યા ભારતમાં લોકોએ આ સમયે સેક્સિઝમ ફેલાવવાની તક માની લીધી હતી. પાકિસ્તાનમાં એક તરફ મહિલા ઉમેદવારો પોતાના ચૂંટણી પ્રચાર કરવાનો શરૂ કર્યો હતો તો બીજી તરફ સોશિયલ મીડિયામાં ભારતીય મહિલા નેતાઓ સાથે તેમની તુલના કરવામાં આવી રહી હતી.



    જોકે, કેટલાક લોકોએ આ બધા વિરૂદ્ધમાં પણ પોતાનો વિચાર રાખ્યો હતો.

    બંને ટ્વિટ્સમાં માયાવતી અને મમતા બનર્જીની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બંને રાજકીય અને પોતાના ક્ષેત્રમાં અવ્વલ સ્થાન ઉપર રહી છે. માયાવતી ઉત્તર પ્રદેશની પૂર્વ મુખ્યમંત્રી હતી. બીજી તરફ મમતા બેનરજી પશ્વિમ બંગાળની મુખ્યમંત્રી છે. વર્ષ 2011માં વોશિંગ્ટન પોસ્ટના એક આર્ટિકલમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સારા પોલિનને પત્રિકાના કવર ઉપર તેમના કપડાને લઇને ટિપ્પણી થઇ હતી.

    વૈશ્વિકસ્તર ઉપર રાજકારણમાં મહિલાઓની ભાગીદારીમાં સારો વધારો થયો છે. દુનિયામાં આજે પણ દ્રષ્ટીકોણ બદલવાની દિશામાં રાજકારણમાં મહિલાઓની ભૂમિકા છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Pakistan Election 2018

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन