અમેરિકા સ્થિત ન્યૂયોર્કના ન્યૂજસીમાં એક મહિલા સ્ટ્રોલર (Stroller) ચોરવા માટે એક મૉલના એક સ્ટોરમાં દાખલ થઈ. તેને પારણું ચોરી પણ લીધું, પરંતુ ભૂલથી પોતાનું બાળક સ્ટોરમાં જ ભૂલી ગઈ. બાદમાં તેને બાળક યાદ આવ્યું તો તે ફરી સ્ટોર પહોંચી જ્યાં તેની ચોરી પકડાઈ ગઈ. મહિલાની ચોરી કરવાની આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. સ્ટોરના માલિકે ચોરીનો આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે અને અપીલ કરી છે કે માસૂમ બાળકની સાથે આવું ક્યારેય ન કરો.
ફૉક્સ ન્યૂઝ મુજબ, ન્યૂજર્સીના મિડલટાઉનમાં બાંબી બેબી સ્ટોરમાં ત્રણ મહિલાઓ પ્રવેશી હતી. તેમાંથી બે મહિલાઓ સ્ટોરમાં હાજર કર્મચારીનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરે છે. ત્યારે ત્રીજી મહિલા ત્યાં મૂકવામાં આવેલા એક સ્ટ્રોલર ચોરીને ત્યાંથી જતી રહી. થોડી વારમાં જ બંને મહિલાઓ પણ ત્યાંથી જતી રહી. મહિલાઓ ગયા બાદ માલિકને ખબર પડી કે કોઈનું બાળક સ્ટોરમાં જ રહી ગયું છે. બાળકના માતા-પિતા વિશે જાણકારી મેળવવા જ્યારે તેઓ સીસીટીવી ફુટેજ જોવા લાગ્યા તો તેમને સ્ટોરમાં થયેલી ચોરી વિશે જાણવા મળ્યું.
ચોરીના થોડીક વાર બાદ જ મહિલાને બાળક યાદ આવે છે અને તેને એ વાત પણ યાદ આવી જાય છે કે તેણે બાળકને સ્ટોરમાં જ છોડી દીધું છે. મહિલા બાળકને લેવા માટે સ્ટોરમાં પહોંચે છે, પરંતુ ત્યાં સુધીમાં સ્ટોરના માલિકને ચોરીની જાણકારી થઈ ચૂકી હતી અને મહિલા પકડાઈ જાય છે. બાંબી બેબી સ્ટોરે આ વીડિયોને ફેસુબક પર પોસ્ટ કર્યો છે.
સ્ટોરના માલિક એનેલિયો ઓર્ટેગાને સીબીએસ ન્યૂઝે જણાવ્યુ કે, જ્યારે મને ખબર પડી કે સ્ટોરમાં કોઈ પોતાનું બાળક ભૂલી થયું છે તો ઘણો ઘભરાઈ ગયો હતો. તેઓએ કહ્યું કે જો ચોરી કરવી ખૂબ જરૂરી છે તો તે એ વ્યક્તિનો અંગત મામલો છે. પરંતુ જ્યારે આ પ્રકારના કામમાં કોઈ બાળકને લાવે છે તો બાળકને ખબર જ નથી હોતી કે શું થઈ રહ્યું છે. આ વીડિયોએ મને આશ્ચર્યમાં મૂકી દીધો છે.