Home /News /world /

અકસ્માત બાદ મહિલા કાર સાથે ઝાડ પર પડી, છ દિવસે જીવતી મળી આવી

અકસ્માત બાદ મહિલા કાર સાથે ઝાડ પર પડી, છ દિવસે જીવતી મળી આવી

અકસ્માત સ્થળની તસવીર

બચાવદળના લોકોએ કારમાંથી કોઈ વ્યક્તિ મળ્યું ન હતું. પરંતુ તેમણે ફૂટ પ્રિન્ટ પરથી જોયું કે કોઈ માણસ ચાલીને નદી તરફ ગયું છે.

    વોશિંગ્ટનઃ અમેરિકામાં એક અજબ-ગજબ બનાવમાં એક મહિલા અકસ્માતના છ દિવસે જીવતી મળી આવી છે. મહિલાની કાર એક ઝાડ પર પડી હતી, જેમાં તે છ દિવસ પડી રહી હતી. અંતે આ અંગે કોઈનું ધ્યાન જતાં મહિલાને હોલિકોપ્ટરની મદદથી રેસ્ક્યૂ કરીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી.

    અમેરિકન પોલીસના જણાવ્યા પ્રમાણે બુધવારે એરિઝોના રાજ્યમાં આ બનાવ બન્યો હતો. એક મહિલાની કાર અકસ્માત બાદ હાઇવે નીચે ઉતરી ગઈ હતી અને એક ઝાડ પર પડી હતી. અકસ્માતના છ દિવસ બાદ મહિલા જીવતી મળી આવી છે.

    12 ઓક્ટોબરના રોજ 53 વર્ષીય મહિલા વિકનબર્ગ નજીક નેશનલ રૂટ 60 પર પોતાની કાર લઈને જઈ રહી હતી. આ સમયે તેણીએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેની કાર અકસ્માતનો ભોગ બની હતી.

    સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યા બાદ મહિલાની કાર હાઇવેની રેલિંગ તોડીને 50 ફૂટ નીચે પડી હતી. કાર અહીં એક ઝાડ પર પડી હતી. કાર પડવાને કારણે ઝાડની અમુક ડાળીઓ તૂટી પડી હતી પરંતુ કાર જમીનથી થોડી ઊંચી લટકી રહી હતી.

    આ પણ વાંચોઃ સેલ્ફી લેવાના ચક્કરમાં ભારતીય દંપતીએ અમેરિકામાં ગુમાવ્યો જીવ

    બચાવદળના જણાવ્યા પ્રમાણે અકસ્માત વખતે આસપાસ કોઈ વાહન ન હોવાથી શરૂઆતમાં આ બનાવ કોઈના ધ્યાનમાં આવ્યો ન હતો. તંત્રએ છ દિવસ બાદ મહિલાને શોધી કાઢી હતી.

    18મી ઓક્ટોબરના રોજ એરિઝોના હાઇવે મેઇન્ટેનન્સના સભ્યો એક રખડતી ગાયને પાંજરે પૂરી રહ્યા હતા ત્યારે તેમને હાઇવેની રેલિંગ તૂટેલી હોવાનું નજરે આવ્યું હતું. તેમણે જોયું હતું કે એક વાહન ઝાડ પર લટકી રહ્યું છે. જે બાદમાં અકસ્માતનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો. બચાવદળના લોકોએ કારમાંથી કોઈ વ્યક્તિ મળ્યું ન હતું. પરંતુ તેમણે ફૂટ પ્રિન્ટ પરથી જોયું કે કોઈ માણસ ચાલીને નદી તરફ ગયું છે.

    આ પણ વાંચોઃ ટ્રમ્પની ધમકી: USAમાં સ્થાયી પરદેશી લોકોનાં બાળકોની નાગરિક્તા રદ કરી દઇશ!

    અડધો કિલોમીટરના વિસ્તારમાં શોધખોળ કર્યા બાદ બચાવદળના લોકોને એક મહિલા મળી આવી હતી. આ મહિલાના શરીર પર ઈજાના અનેક નિશાન જોવા મળ્યા હતા. મહિલાએ મીડિયાને જણાવ્યું હતું કે તે અમુક દિવસો સુધી કારની અંદર જ રહી હતી. બાદમાં તેણી નીચે ઉતરીને મદદની આશાએ રેલવે ટ્રેક તરફ આગળ વધી હતી. પરંતુ ડિહાઇડ્રેશનને કારણે તે વધારે ચાલી શકી ન હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Car accident, Road accident, US, Woman

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन