Home /News /world /પરાગ અગ્રવાલે CEO બનતા જ ચીન સામે કરી કાર્યવાહી, સરકારી પ્રોપેગેન્ડા ફેલાવતા હજારો એકાઉન્ટ થયા બંધ

પરાગ અગ્રવાલે CEO બનતા જ ચીન સામે કરી કાર્યવાહી, સરકારી પ્રોપેગેન્ડા ફેલાવતા હજારો એકાઉન્ટ થયા બંધ

ચીનના રાષ્ટ્રપતિની ફાઈલ તસવીર

Twitter Removes China Propaganda Accounts: ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (ASPI)ના જણાવ્યા અનુસાર ટ્વિટર દ્વારા બંધ કરાયેલા 2,160 એકાઉન્ટ્સ (Twitter closed thousands of accounts)ની શરમજનક સામગ્રીનું નિર્માણ કરવામાં આવ્યું હતું.

વધુ જુઓ ...
નવી દિલ્હી: એક મોટી કાર્યવાહીમાં ટ્વિટરે ચીન (China)ના હજારો ટ્વિટર એકાઉન્ટ્સ બંધ કરી દીધા છે જે કોઈક રીતે સરકારી પ્રોપેગેન્ડા (Propaganda) અને માનવઅધિકારોના દુરુપયોગ માટે પ્રતિબદ્ધ હતા.

ટ્વિટર (Twitter New CEO) દ્વારા આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે તેની લગામ તાજેતરમાં ભારતીય અમેરિકન પરાગ અગ્રવાલ (Twitter CEO Parag Agrawal)ના હાથ પર પહોંચી ગઈ છે. એક રિપોર્ટ અનુસાર ટ્વિટરે માત્ર ચીન જ નહીં પરંતુ લગભગ છ દેશો સામે પણ આવું પગલું ભર્યું છે, પરંતુ ચીનમાં સૌથી વધુ એકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે.

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર (Microblogging Platform Twitter)એ ગુરુવારે અહેવાલ આપ્યો હતો કે તેણે સરકારના સમર્થનમાં પોસ્ટ કરતા 3,400થી વધુ એકાઉન્ટ્સ બંધ કરી લીધા છે. જેમાંથી સૌથી વઘુ ખાતા ચીનના(China Twitter Ban) છે.

આ પણ વાંચો: Omicronની દહેશત વચ્ચે coronavirus કેસમાં નજીવો ઘટાડો, જાણો ક્યાં કેટલા નોંધાયા કેસ?

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેણે લગભગ છ દેશોમાંથી સેંકડો ટ્વિટર એકાઉન્ટ્સ દૂર કર્યા છે, પરંતુ તેમાંથી મોટાભાગના ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીની તરફેણમાં પોસ્ટ કરાયેલા નેટવર્કનો ભાગ હતા જે શિનજિયાંગ વિસ્તારમાં ઉઇગરોની મુસ્લિમ લઘુમતીના હતા.

આ પણ વાંચો: Cyclone Jawad: યાત્રીગણ કૃપયા ઘ્યાન આપો, રેલવેએ જવાદ ચક્રવાતને કારણે 107 ટ્રેનો કરી રદ

એક અહેવાલ મુજબ હેશટેગ #StopXinjiangRumours સાથે પોસ્ટ કરવામાં આવેલા દરેક નેટવર્કમાંથી 30,000થી વધુ ટ્વીટ્સની ઓળખ કરવામાં આવી હતી. આ બધા ટ્વીટ્સ કાં તો શી જિનપિંગને પ્રોત્સાહન આપી રહ્યા હતા અથવા તેમાંથી ઘણામાં વિદેશી રાજકારણીઓને નિશાન બનાવી રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજિક પોલિસી ઇન્સ્ટિટ્યૂટ (એએસપીઆઇ)ના જણાવ્યા અનુસાર ટ્વિટર દ્વારા બંધ કરાયેલા 2,160 એકાઉન્ટ્સની શરમજનક સામગ્રીનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ટ્વિટરે અહેવાલ આપ્યો છે કે 97 ટકા બંધ એકાઉન્ટ્સના પાંચથી ઓછા ફોલોઅર્સ છે અને 73 ટકાના એક પણ ફોલોઅર્સ નથી. ઉપરાંત 98 ટકા ટ્વીટ પર કોઈ પણ પ્રકારની લાઇક્સ અથવા રિટ્વીટસ ન હતા. ચીનના રાજદ્વારીઓ અને અધિકારીઓ દ્વારા ઘણીવાર વધારાના ખાતાઓને પ્રોત્સાહન આપવામાં આવતું હતું.

આ પણ વાંચો: Mukesh Ambaniનો વિશ્વાસઃ ભારત આપબળે કરશે ડિજીટલ સોસાયટીનું નેતૃત્વ અને બનશે વૈશ્વિક લીડર

અહીં સૌથી મહત્ત્વની બાબત એ છે કે ટ્વિટરે આ પગલું ભર્યાના એક દિવસ બાદ જ મેટાએ ખુલાસો કર્યો હતો કે તેણે "ઇન્ટરનેટ પર કોવિડ-19" સાથે સંબંધિત ગેરમાર્ગે દોરનારા સમાચાર ફેલાવવા માટે 600થી વધુ ચીની એકાઉન્ટ્સ અને ગ્રુપ્સને દૂર કર્યા છે. મેટાની સુરક્ષા નીતિના પ્રમુખ નેથાનિયલ ગ્લેઝરે સંકલિત અપ્રમાણિક વર્તન અંગેનો પોતાનો પ્રથમ અહેવાલ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે કંપનીએ ચીન, યુરોપિયન દેશો, પેલેસ્ટાઇનમાં અનેક ખાતાઓ દૂર કર્યા છે.
First published:

Tags: China Communist Party, Parag Agrawal, Twitter Account Deleted, World news