Home /News /world /

કિમ જોંગ ઉન સિંગાપુરમાં છે તો પરમાણુ બોમ્બનું બટન કોની પાસે છે?

કિમ જોંગ ઉન સિંગાપુરમાં છે તો પરમાણુ બોમ્બનું બટન કોની પાસે છે?

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન શિખર મુલાકાત માટે સિંગાપુર આવ્યાં છે. શીતયુદ્ધ પછીના સમયમાં આ પરમાણુ સંપન્ન દેશોની સૌથી મહત્વપૂર્ણ વાતચીત માનવમાં આવી રહી છે. અમેરિકી રાષ્ટ્રપતિ પરમાણુ બોમ્બની તાકત હંમેશા પોતાની સાથે રાખે છે. પરંતુ એ કોઇ નથી જાણતું કે કિમ જોંગ ઉન જ્યારે દેશની બહાર જાય છે ત્યારે પોતાની પરમાણુની તાકાત કોની પાસે રાખે છે.

    તેમણે આ વર્ષની શરૂવાતમાં કહ્યું હતું કે પરમાણુ હથિયારનું બટન હંમેશા તેમની ઓફિસના ટેબલ પર હોય છે. જે પછી ટ્રમ્પે પણ જવાબ આપ્યો હતો કે તેમની પાસે પણ પરમાણુ હથિયાર છે જે કિમના પરમાણુ હથિયાર કરતા વધુ તાકાતવર છે. સાથે એ કામ પણ કરે છે.

    અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યારે પણ દેશની બહાર જાય છે ત્યારે તેમનો સહયોગી એક બ્રીફકેસ સાથે તેમની સાથે હોય છે. જેમાં ન્યૂક્લિયર મિસાઇલ લોન્ચ કરવાની ટેક્નિક હોય છે, જેનું નામ ફૂટબોલ છે.

    જ્યારે ઉત્તર કોરિયા દુનિયાના સૌથી અળગા દેશોમાંથી એક છે અને તેના પરમાણુ હથિયાર પર કમાન અને નિયંત્રણ કોની પાસે હોય છે તે ઘણું ગુપ્ત રાખવામાં આવે છે. આ ઉપરાંત કિમે 2011માં સત્તા સંભાળ્યા પછી થોડા સમય પહેલા જ દેશની બહાર જવાનું શરૂ કર્યું છે. સત્તા પર આવ્યાં પછી સિંગાપુરની યાત્રા તેમની સૌથી મોટી છે.

    જાણકારોનું કહેવું છે કે કિમ જોંગ ઉન પરમાણુ હથિયારોની સુરક્ષા વગર કદાચ જ સિંગાપુર આવતાં. ઓસ્ટ્રેલિયાની ગ્રિફિથ યુનિવર્સિટીના ઉત્તર કોરિયાની પરમાણુ નીતિના વિશેષજ્ઞ એન્ડ્ર્યૂ ઓનીલે જણાવ્યું, 'અમને નથી ખબર કે ઉત્તર કોરિયાની કોમ્યુનિકેશન ક્ષમતાઓ કેટલી સુરક્ષિત છે એટલે સવાલ એ છે કે કિમ સિંગાપુરમાં છે તે દરમિયાન નેશનલ કમાંડ ઓથોરિટીથી કેટલી પાસે છે.'

    તેમણે એ પણ કહ્યું, 'ઉત્તર કોરિયાની પરમાણુ કમાન નિયંત્રણ, કોમ્યુનિકેશન અને ઇન્ટેલિજન્સ કિમ જોંગ ઉનની નિર્ણય નીતિને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યું છે. શક્યતા છે કે કિમે કોઇ અધિકારીને પરમાણુ હથિયારની કમાન સોંપી હોય, જેમાં ચો રયોંગ હેઇનું નામ સૈથી આગળ છે. ઉત્તર કોરિયાની વેબસાઇટના જાણકાર માઇકલ મેડલે જણાવ્યું કે, કિમ દેશની બહાર હોય ત્યારે પણ મિસાઇલ સ્ટ્રાઇક આપી શકે છે. આ લોન્ચનો પ્રોટોકોલ છે.'
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Donald trump, Kim Jong UN, Nuclear weapon, Singapore

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन