Home /News /world /પાંચ દિવસની બિઝનેસ ટ્રીપથી પરત આવી પત્ની, પતિના કારનામા જોઈને પત્નીને લાગ્યો જોરદાર ઝાટકો
પાંચ દિવસની બિઝનેસ ટ્રીપથી પરત આવી પત્ની, પતિના કારનામા જોઈને પત્નીને લાગ્યો જોરદાર ઝાટકો
પ્રતિકાત્મક તસવીરઃ Shutterstock
husband wife relationship: 34 વર્ષીય પૉર્શ મૂરે સોશિયલ મીડિયામાં વીડિયો શેર (social media) કરીને પોતાના પતિ બ્રાયનના કારનામાનો ખુલાસો કર્યો છે. પૉર્શના લગ્નને 18 વર્ષ થઈ ચુક્યા છે. પૉર્શ ઓફિસના કામથી 5 દિવસ માટે લાસ વેગાસ ગઈ હતી અને જ્યારે તે પાછી આવી તો ઘરમાં 1-2 વસ્તુ સિવાય બીજું કશું જ નહોતું.
નવી દિલ્હીઃ સામાન્ય જીવનમાં પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં (husband wife relationship) ક્યારેક ચડ ઉતર આવતી રહે છે. જોકે, ક્યારેક આવી ચડ ઉતર એવું મોટું સ્વરૂપ ધારણ કરી લેતી હોય છે. જેણે પતિ કે પત્નીએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય. આવી જ એક ઘટના અમેરિકામાંથી (America news) પ્રકાશમાં આવી છે. અહીં ટેનેસી ખાતે રહેતી એક મહિલા સાથે આવી જ ઘટના બની હતી. 34 વર્ષીય પૉર્શ મૂરે સોશિયલ મીડિયામાં વીડિયો શેર (social media) કરીને પોતાના પતિ બ્રાયનના કારનામાનો ખુલાસો કર્યો છે. પૉર્શના લગ્નને 18 વર્ષ થઈ ચુક્યા છે.
એક વેબ પોર્ટલ પ્રમાણે પૉર્શ ઓફિસના કામથી 5 દિવસ માટે લાસ વેગાસ ગઈ હતી અને જ્યારે તે પાછી આવી તો ઘરમાં 1-2 વસ્તુ સિવાય બીજું કશું જ નહોતું. તકનો ફાયદો ઉઠાવીને તેનો પતિ ઘરની તમામ વસ્તુઓ લઈને બીજે જતો રહ્યો હતો. પૉર્શના કહેવા પ્રમાણે તેનો પતિ લગ્નનો લહેંગો અને થોડાં ઘરેણાં સિવાયનું બધું જ લઈને જતો રહ્યો છે. એટલે સુધી કે, તે તેનો બેડ, વૉશર અને ડ્રાયર પણ લઈ ગયો.
ઉપરાંત જતા પહેલા ઘરનું ઈન્ટરનેટ કનેક્શન પણ કાપી નાખ્યું. વીડિયોમાં ઘરની હાલત બતાવતા પૉર્શે કહ્યું કે, ‘લગ્નના 18 વર્ષ બાદ તેં મને આવી રીતે છોડી. મારી જાત સિવાય મારા પાસે હવે કશું જ નથી બચ્યું.’ તેના આ વીડિયોને અત્યાર સુધીમાં અનેક લોકોએ જોયો છે. એક ઈન્ટરવ્યુમાં પૉર્શે જણાવ્યું કે, બ્રાયન ગયો ત્યારથી તેનો કોઈ જ સંપર્ક નથી.
બ્રાયને તેનો ફોન નંબર અને સોશિયલ મીડિયા પ્રોફાઈલ બ્લોક કરી દીધા છે. તેમના વચ્ચે સામાન્ય લડાઈ-ઝગડા થતા હતા પરંતુ તેને બિલકુલ અંદાજો નહોતો કે બ્રાયન તેને આવી રીતે છોડીને અચાનક જતો રહેશે.
તે ટ્રિપ પર ગઈ તે પહેલા બંને વચ્ચેના સંબંધોમાં સુધારો આવી ગયો હતો અને ફ્લાઈટ લીધા પહેલાની રાત સુધી તેઓ સાથે હતા. ટ્રિપ દરમિયાન પણ તે મેસેજ દ્વારા સંપર્કમાં હતો પરંતુ તેણી પરત આવવાની હતી તેના એક દિવસ પહેલાથી અચાનક તેણે મેસેજના જવાબ આપવાનું બંધ કરી દીધું હતું અને પાછા આવ્યા બાદ ઘરની હાલત જોઈને તે ચીસો પાડી-પાડીને રડી હતી.
પૉર્શના ઈન્ટરવ્યુ બાદ બ્રાયને પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમે બંને આંતરિક સમજૂતી દ્વારા છૂટા પડવાના હતા. તેનો સામાન લઈ જઈને એક રીતે મેં તેની મદદ જ કરી છે. આખું ઘર તેના સામાનથી ભરેલું હતું અને તે કોઈ ફર્નિશ્ડ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવાની યોજના બનાવી રહી હતી. હું હજું પણ તેના ફોન બિલ્સ ભરૂ છું. મારે કોઈ સ્પષ્ટતા આપવાની જરૂર નથી કારણ કે, સત્ય શું છે એ હું જાણું છું.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર