પત્નીની હત્યાના દોષી પતિ 8 વર્ષથી બ્રિટેનની જેલમાં હતો બંધ, હવે ભારતમાં કપાશે સજા

News18 Gujarati
Updated: August 28, 2018, 4:17 PM IST
પત્નીની હત્યાના દોષી પતિ 8 વર્ષથી બ્રિટેનની જેલમાં હતો બંધ, હવે ભારતમાં કપાશે સજા
ગીતા અને હરપ્રીતની ફાઇલ તસવીર

પહેલી વખત ભારતમાં આંતરરાષ્ટ્રીયય ગુનેગારને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે.

  • Share this:
પહેલી વખત ભારતમાં આંતરરાષ્ટ્રીયય ગુનેગારને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. આ કેસમાં ગુનેગારે પોતાની પત્ની ગીતા ઓલાખની 16 નવેમ્બર 2009માં લંડનમાં હત્યા કરી હતી. ત્યારબાદ પોતાની પત્નીની હત્યાના દોષી હરપ્રીત ઓલાખને 28 વર્ષની જેલની સજા થઇ હતી. હરપ્રીત એક એનઆરઆઈ છે જે લંડનમાં રહે છે. તે પોતાની સજા આઠ વર્ષથી લંડનની જેલમાં વિતાવી રહ્યો છે. હવે બાકીના 20 વર્ષ અમૃતસરની જેલમાં વિતાવશે. હરપ્રિતને લંડનથી અમૃતસરની જેલમાં સિફ્ટ કરવામાં આવશે.

કેદીઓ પર પ્રત્યાવર્તન અધિનિયમ અંતર્ગત કેદીની ટ્રાન્સફર કરવામં આવી છે. જેના પર બ્રિટન અને ભારતના હસ્તાક્ષર થયા છે. કેદીને ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપર પંજાબ જેલના ત્રણ અધિકારીઓ લેવા જશે. જ્યાં બ્રિટન પોલીસ પાસેથી તેની કસ્ટડી લેશે.

આ અંગે પંજાબ જેલ મંત્રી સુખવિંદર સિંહ રંધાવાનું કહેવું છે કે, જુલાઇના પહેલા સપ્તાહમાં વિદેશ મંત્રાલય સાથે વાત કરવામાં આવી હતી કે, હરપ્રીત પોતાની બાકીની સજા અમૃતસર જેલમાં વિતાવવા માંગે છે. ત્યારબાદ જરૂરી ઔપચારિકતા પુરી કરી અને યુકેની જેલને આ અંગે કોઇ વાંધો ન્હોતો. હરપ્રીતને મંગળવારે દિલ્હી લાવવામાં આવશે. જ્યાંથી તેને સીધો અમૃતસર જેલ લઇ જવામાં આવશે.

8 વર્ષ પહેલા કરી હતી પત્નીની હત્યા

16 નવેમ્બર 2009ના દિવસે હરપ્રીતે લંડનમાં પોતાની પત્નીની હત્યા કરી હતી. એ સમયે તેની ઉંમર 32 વર્ષની હતી તેને બે પુત્રો હતો. તેણે પોતાની પત્નીને મારવા માટે બે લોકોને પૈસા આપ્યા હતા. ત્યારે ગીતાની ઉંમર 28 વર્ષની હતી. તે એશિયન રેડિયો સ્ટેશનમાં રિસેપ્શનિસ્ટ તરીકે કામ કરતી હતી. હુમલાખોરોએ ગીતા ઉપર હુમલો કર્યો અને ગીતાના માથા ઉપર ગંભીર ઇજાઓ થઇ હતી જેના કારણે તેનું મોત નીપજ્યું હતું.
First published: August 28, 2018, 4:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading