Home /News /world /

મહિલાને બાંધીને પતિએ કર્યો રેપ, શરીર ઉપર ચપ્પા વડે માર્યા ઘા, વિફરેલી પત્નીએ ગોળી મારી પતિની કરી હત્યા

મહિલાને બાંધીને પતિએ કર્યો રેપ, શરીર ઉપર ચપ્પા વડે માર્યા ઘા, વિફરેલી પત્નીએ ગોળી મારી પતિની કરી હત્યા

પ્રતિકાત્મક તસવીર

મેલેકે 12 વર્ષ પહેલા રમઝાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદથી જ મેલેકના પતિ તેની સાથે મારપીટ કરતો હતો. તેને ટોર્ચર કરતો હતો.

    સામાન્ય રીતે મહિલાઓ ઉપર અત્યાચાર થવાની ઘટનાઓ છાસવારે બનતી રહે છે પરંતુ તુર્કીના એન્ટાલ્યામાં (Antalya, Turkey) એક સનસનીખેસ ઘટના પ્રકાશાં આવી છે. જેમાં મહિલાએ પોતાના પતિને ગોળી મારીને ઉડાવી દીધો હતો. મહિલાનો પતિ 12 વર્ષથી તેને માનસિક ત્રાસ આપવાની સાથે સાથે તેના ઉપર દુષ્કર્મ પણ આચરતો હતો. તેનો પતિ તેને જાનથી મારી નાંખવાન ધમકી આપતો હતો. આ બધાથી તંગ આવીને મહિલાએ પોતાના (wife shoot husband) પતિની ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

    મળતી માહિતી પ્રમાણે તુર્કીના એન્ટાલ્યાની મેલેક ઈપેક ઉપર પોતાના પતિની હત્યા કરવાનો આરોપ છે. મેલેકે 12 વર્ષ પહેલા રમઝાન સાથે લગ્ન કર્યા હતા. પરંતુ લગ્ન બાદથી જ મેલેકના પતિ તેની સાથે મારપીટ કરતો હતો. તેને ટોર્ચર કરતો હતો. તેને ધમકીઓ પણ આપતો રહેતો હતો. આ બધાથી કંટાળવા છતાં મહિલાએ ક્યારે હિંમત ભેગી કરીને ફરિયાદ પણ ન કરી શકી.

    મેલેકે પોલીસને જણાવ્યું કે રમઝાને તેને કહ્યું કે તેને કોઈ પ્રોટેક્શન ઓર્ડર પણ નહીં બચાવી શકે. તેણે ધમકી આપી હતી કે જો તેની ફરિયાદના આધારે રમજાન જેલ જાય છે તો તે બહાર આવીને તેના અને તેના બાળકોને મારી નાંખશે. અને તેના શરીરને કૂતરાઓને ખવડાવી દેશે.

    આ પણ વાંચોઃ-

    ઘટના દિવસે કર્યો હતો રેપ
    મલેક પ્રમાણે એ દિવસે તેણે તેના પતિની હત્યા કરી દીધી હતી. એ દિવસે રમઝાનને મેલેકને ખૂબ જ ગંભીર રીતે મારી હતી. એટલું જ નહીં મેલેકને બાંધીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ચપ્પા વડે શરીર ઉપર ઘા પણ પાડ્યા હતા. ત્યારબાદ તે બહાર જતો રહ્યો હતો.

    આ પણ વાંચોઃ-

    ત્યારબાદ મેલેકે પોતાની પતિની બંદૂક શોધી અને જેવો રમઝાન ઘરે પહોંચ્યો કે તરત જ બંદૂકથી ધડાધડ ગોળીઓ ચલાવી દીધી હતી. જેનાથી રમઝાનનું મોત થયું હતું.



    ઉમર કેદનો ખતરો મંડરાઈ રહ્યો છે
    મેલેકનું કહેવું છે કે તે પોતાના પતિને મારવા માંગતી ન હતી. પરંતુ જો આવું ન કરતી તો તો રમઝાન તેને અને તેના બાળકોને મારી નાંખત. આ મામલે તપાસ ચાલી રહી છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Wife killed husband, World news

    આગામી સમાચાર