Home /News /world /પત્નીએ પ્રેગ્નેન્ટ હોવાની કરી જાણ, નસબંદી કરાવી ચુકેલા પતિના ઉડી ગયા હોશ, શું પત્ની નીકળી બેવફા?
પત્નીએ પ્રેગ્નેન્ટ હોવાની કરી જાણ, નસબંદી કરાવી ચુકેલા પતિના ઉડી ગયા હોશ, શું પત્ની નીકળી બેવફા?
પતિ પત્નીની પ્રતિકાત્મક તસવીર: shutterstock
husband wife relation: અમેરિકામાં (American couple) એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બે વર્ષ પહેલા નસબંધી (Vasectomy of husband) કરાવેલા પતિની પત્ની ગર્ભવતી (wife pregnant) બની હતી. આ વાત જાણીને પતિ ચોંકી ગયો હતો.
husband-wife relation: પતિ પત્નીનો સંબંધ વિશ્વાસના (husband-wife) મજબૂત તાંતણે બંધાયેલો હોય છે. પરંતુ ક્યારેક દંપતી વચ્ચે વિશ્વાસ ઓછો થાય ત્યારે સંબંધોમાં ત્રિરાડ પડી જાય છે. ક્યારે પતિ પત્ની લગ્નેત્તર સંબંધોના (extra marital affair) કારણે પણ અલગ થવાના કિસ્સાઓ બનતા રહે છે. પરંતુ અમેરિકામાં (American couple) એક એવો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં બે વર્ષ પહેલા નસબંધી (Vasectomy of husband) કરાવેલા પતિની પત્ની ગર્ભવતી (wife pregnant) બની હતી. આ વાત જાણીને પતિ ચોંકી ગયો હતો. ત્યારે પત્નીના ગર્ભમાં ઉછરી રહેલા બાળક અંગે મૂંઝવણમાં મુકાયો હતો. આ ઘટના બાદ તેણે સલાહ માટે સોશિયલ ન્યૂઝ વેબસાઈ (Social News Website) રેડીટનો સહારો લીધો હતો. આ ઘટના અમેરિકાની છે.
ડેલી સ્ટાર ન્યૂઝ પ્રમાણે અમેરિકીના આ વ્યક્તિને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે વાસ્તમાં બાળક તેનું છે કે નહીં? રિલેશનશિપ ફોરમ ઉપર તેણે લખ્યું કે મારી પત્નીએ જણાવ્યું કે તે ગર્ભવતી છે. જોકે, મેં બે વર્ષ પહેલા જ નસબંધી કરાવી હતી. આ બાળક મારું હોવાની કેટલી સંભાવના છે. કે પછી પત્નીનો બીજા કોઈ પુરુષ સાથે સંબંધ હોઈ શકે છે.?
વ્યક્તિએ વધુમાં લખ્યું હતું કે અને ગણા સમયથી સાથે છીએ અને અનેક વખત સારો સંવાદ પણ કરીએ છીએ. મને વિશ્વાસ નથી થતો કે તેણે મને દગો આપ્યો છે. જોકે નસબંધી કરવા છતાં મને સંપૂર્ણ પણે વિશ્વાન નથી કે તે પ્રેગનેન્ટ થવાની કેટલી સંભાવના છે.
વ્યક્તિએ લખ્યું હતું કે આ અંગે હું ઓનલાઈન મિક્સ રિવ્યૂ વાંચી રહ્યો છું. હું આ સમયે તૂટેલો અનુભવી રહ્યો છું. આગળ શું કરવું કૃપા કરી મદદ કરો. વ્યક્તિની પોસ્ટને 1100થી વધારે વોટ મળ્યા છે અનેક લોકોએ સલાહ આપી છે.
જેમાં મોટાભાગના લોકોએ પતિને પોતાની પત્ની ઉપર આરોપ લગાવતા પહેલા પોતાના સ્પર્મ કાઉન્ટ કરવાની સલાહ આપી હતી. ડોક્ટરે વ્યક્તિને પોતાની સલાહ આપી છે. કેટલાકે કહ્યુંકે એવા દર્દીઓને પણ જોયા છે કે જેમની પુરુષ નસબંધી નિષ્ફળ ગઈ છે.
એક યુઝર્સે લખ્યું હતું કે હું એક ડોક્ટર છું મારો એક દર્દી હતો જેની પત્ની પતિની નસબંધી બાદ પણ ગર્ભવતી થઈ હતી. જોકે, આ ખુબ જ દુર્લભ છે. પરંતુ અસંભવ નથી. એક યુઝર્સે કહ્યું કે કોઈપણ નિષ્કર્, ઉપર જતા પહેલા ડોક્ટર્સ પાસે જઈને બધા ટેસ્ટ કરાવો અને તપાસ કરાવો. જ્યારે અન્ય એક યુઝર્સે ડીએનએ ટેસ્ટ પણ કરાવવાની સલાહ આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર