વેલકમ 2018: જશ્નમાં ડુબેલી દુનિયાએ કહ્યું 'હેપ્પી ન્યૂ યર...'

Nisha Kachhadiya | News18 Gujarati
Updated: January 1, 2018, 3:13 PM IST
વેલકમ 2018: જશ્નમાં ડુબેલી દુનિયાએ કહ્યું 'હેપ્પી ન્યૂ યર...'

  • Share this:
વર્ષ 2017ને અલવિદા કહીને દેશ અને દુનિયાએ નવા વર્ષ 2018નું વેલકમ કર્યું છે. દુનિયાભરના લોકોએ નવા જોશ અને નવી આશા સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું.

ત્યારે આવો આપણે પણ જોઈએ કે દેશ અને દુનિયામાં નવા વર્ષ 2018નું સ્વાગત કેવી રીતે કરવામાં આવ્યું.


જેની શરૂઆત ન્યૂઝીલેન્ડના ઑકલેન્ડ શહેરથી થઈ, જ્યા નવા વર્ષની પૂર્વ સંધ્યાએ આયોજિત સ્ટ્રીટ પાર્ટીમાં હજારો લોકો સામેલ થયા. આ અવસર પર ગગનચુંબી સ્કાઈ ટાવર પરથી રંગ-બેરંગી આતશબાજી કરવામાં આવી. સમયના કાઉન્ટડાઉનથી દુનિયાને સૌથી પહેલા નવુ વર્ષ આવવાની સૂચના આપી.

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં નવા વર્ષના જશ્નને શાનદાર રીતે ઉજવવામાં આવ્યો. સિડની હાર્બર બ્રિજ ઉપર 3 કલાક સુધી આતશબાજી કરવામાં આવી. અંદાજીત 15 લાખ લોકો ઓપેરા હાઉસ પર આતશબાજીનો નજારો જોવા માટે સમુદ્ર કિનારે પહોચ્યા હતા.

હોંગકોંગના પ્રસિદ્ધ વિક્ટોરિયા હાર્બર પર શાનદાર આતશબાજી કરવામાં આવી. જેને જોવા હજારો લોકો ઉમટ્યા હતા. 10 મિનિટના સંગીતમય આતશબાજી દરમિયાન ઉંચી ઈમારતો ની છતો પરથી 'શૂટિંગ સ્ટાર'ફટાકડા ફોડવામાં આવ્યા.

હાર્બર પાસે આવેલી પ્રસિદ્ધ આતશબાજીનો નજારો જોવા માટે હજારો લોકો એકત્ર થયા હતા. 10 મિનિટના સંગીતમય આતશબાજી દરમિયાન ઉંચી ઈમારતો પરથી ફટાકડા ફોડવામાં આવ્યા હતા.ન્યૂ યરનું સ્વાગત કરતા દુબઈમાં પણ શાનદાર આતશબાજી કરવામાં આવી. દુનિયાની સૌથી ઉઁચી ઈમારત 828 મીટરના બુર્જ ખલીફા પર મન મોહી લે તેવો લેઝર શો કરવામાં આવ્યો.

31 ડિસેમ્બરની અડધી રાત્રે રશિયાની રાજધાની મોસ્કો, લંડન, પેરિસ, જર્મનીમાં પણ શાનદાર રીતે ન્યૂ યરનું વેલકમ કરવામાં આવ્યું હતું.

=

 
First published: January 1, 2018, 3:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading