Home /News /world /

Viral: આકાશમાંથી વરસ્યો મુશળધાર વરસાદ, પછી દરિયા કિનારે જોવા મળ્યા 'એલિયન' જેવા ડઝનબંધ જીવો!

Viral: આકાશમાંથી વરસ્યો મુશળધાર વરસાદ, પછી દરિયા કિનારે જોવા મળ્યા 'એલિયન' જેવા ડઝનબંધ જીવો!

ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદ પછી રહસ્યમય જીવો દરિયા કિનારે દેખાયા

Bizarre creatures wash up on Australian beaches : જ્યારે લોકોએ એક નહીં પરંતુ ઘણા એલિયન જેવા જીવો (Alien Like Creature)ને દરિયા કિનારે પડેલા જોયા, ત્યારે તેઓને કંઈ સમજાયું નહીં. ભારે વરસાદ બાદ બીચ (Australia News) પર આ નજારો દેખાતો હતો.

વધુ જુઓ ...
    દુનિયામાં ઘણા પ્રકારના પ્રાણીઓ છે, જેમાંથી કેટલાકને આપણે જાણીએ છીએ પરંતુ કેટલાક એવા પણ છે જેના વિશે આપણે બહુ (Less Known Marine Creatures) જાણતા નથી. ખાસ કરીને મહાસાગરની દુનિયા એટલી રહસ્યમય છે કે અહીં વસતા કરોડો જીવોમાંથી કેટલાક વિશે તો આપણે સાંભળ્યું પણ નહીં હોય. ઓસ્ટ્રેલિયા (Australia News)માં ભારે વરસાદ પછી આવા જ કેટલાક રહસ્યમય જીવો દરિયા કિનારે દેખાયા હતા (Bizarre creatures wash up on Australian beaches).

    દરિયાની રેતી પર પડેલા આ ડઝનેક જીવોને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી અનપેક્ષિત રીતે વરસાદ પડી રહ્યો છે. વરસાદ પછી દેશના ઘણા દરિયાકિનારા પર વિચિત્ર પ્રાણીઓ મૃત પડ્યા હોવાના સમાચાર આવવા લાગ્યા અને તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી. આ પહેલા લોકોએ આ એલિયન જેવા જીવોને જોયા નહોતા.

    નિષ્ણાતો શું કહે છે?
    આ અનોખી ઘટનાને લઈને નિષ્ણાતો પણ આશ્ચર્યમાં છે. જે રીતે દરિયા કિનારે પડેલા જળચર જીવોની તસવીરો આવી રહી છે, તેમાંથી ઘણી અલગ છે. ક્રોનુલા, માલાબાર અને સેન્ટ્રલ કોસ્ટ પર જોવા મળતા મોટાભાગના પ્રાણીસૃષ્ટિમાં વીડ સીડ્રેગન હતા.

    આ પણ વાંચો:  દરિયા કિનારે બહાર આવ્યું Alien જેવું પ્રાણી, ઊંડાણમાંથી આવેલા જીવને જોઈને થશે આશ્ચર્ય 

    સીડ્રેગન રેતી પર તરંગો સાથે આવે છે, પરંતુ આ વખતે તેમની સંખ્યા 10 ગણી વધારે છે. યુનિવર્સિટી ઑફ ટેક્નોલોજી, સિડનીમાં મરીન ઇકોલોજીના પ્રોફેસર ડૉ. ડેવિડ બૂથના જણાવ્યા અનુસાર, આ અચાનક હવામાનમાં થતા ફેરફારો અને પ્રદૂષણનું સંયોજન છે, જેના કારણે મોટા મોજાઓએ આ જીવોને સમુદ્રમાંથી ખેંચી લીધા હતા.

    ઓસ્ટ્રેલિયામાં ભારે વરસાદ પછી રહસ્યમય જીવો દરિયા કિનારે દેખાયા


    આ પણ વાંચો:  અમેરિકન પ્રોફેસરનો અજીબોગરીબ દાવો, પૃથ્વી પર છે માનવીના વેશમાં એલિયન્સ!

    તો શું આ ગ્લોબલ વોર્મિંગની અસર છે?

    સિડની મોર્નિંગ હેરાલ્ડ સાથે વાત કરતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સીડ્રેગન ઓસ્ટ્રેલિયાના સમુદ્રી ભાગમાં જોવા મળે છે, પરંતુ તે ઘણીવાર પાણીમાં ખૂબ ઊંડા હોય છે. બદલાયેલા હવામાન અને પર્યાવરણની અસરને કારણે તેઓ આટલી મોટી સંખ્યામાં બીચ પર આવ્યા હતા. સીડ્રેગન વિશે ગોતાખોરોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે, કારણ કે તે દેખાવમાં પીળા, જાંબલી અને નારંગી જેવા તેજસ્વી રંગોમાં જોવા મળે છે. તેઓ 45 સેમી સુધી લાંબા હોઈ શકે છે અને રીફની નજીક સમુદ્રની ઊંડાઈમાં રહે છે. પરવાનગી વિના તેમને રાખવા અથવા કાપવા એ ગુનો ગણવામાં આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Aliens, Australia, World news, અજબગજબ

    આગામી સમાચાર