Home /News /world /

ભારત આવી અને કાયદાનો સામનો કરવા તૈયાર છે વિજય માલ્યા: સૂત્રો

ભારત આવી અને કાયદાનો સામનો કરવા તૈયાર છે વિજય માલ્યા: સૂત્રો

ફાઇલ તસવીર

  આશરે 9000 કરોડ રૂપિયાના બેંક દેવા કૌભાંડ મામલામાં મુખ્ય આરોપી વિજય માલ્યાને ભારત આવવા તથા કાયદાનો સામનો કકવા માટે તૈયાર હોવાની ખબર આવી છે. અધિકારિક સૂત્રોએ મંગળવારે કહ્યું હતું કે માલ્યાએ ભારતીય અધિકારીઓને કંઇક આ પ્રકારના જ સંકેત આપ્યાં છે.

  માલ્યા સામે લંડનની કોર્ટમાં ભારત સરકાર પ્રત્યર્પણનો મામલો ચલાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે માલ્યાએ ભારતીય અધિકારીઓને સંકેત આપ્યાં છે કે તે ભારત આવવા અને તેની કાયદાકીય પ્રક્રિયાનો સામનો કરવા તૈયાર છે. સાથે જ માલ્યાએ ભાગેડુ આર્થિક અપરાધી અધ્યાદેશ અંતર્ગત તેની સામે કરેલી કાર્યવાહીઓને પડકાર આપવાનો પણ સંકેત આપ્યો છે.

  ભાગેડુ અપરાધીઓની સંપત્તિ જપ્ત કરવાના સંબંધમાં હાલમાં જારી અધ્યાદેશ અંતર્ગત સરકાર માલ્યાની દેશ અને વિદેશમાં રહેલી તમામ સંપત્તિઓ જપ્ત કરી શકે છે. ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યાની 31 જુલાઈએ પ્રત્યાર્પણ માટેની સુનાવણી થવાની છે. તે પહેલા જ આ વાત આવી છે. જો કે સત્તાવાર રીતે હજુ સુધી કોઈ પત્રવ્યવહાર થયો નથી પરંતુ ઇડીના સૂત્રો કહે છે કે જે રીતના સંકેત મળે છે તે જોતા તે ભારત પરત ફરવા તૈયાર હોવાનું મનાય છે. થોડા સપ્તાહ અગાઉ જ ઇડીએ મુંબઈની વિશેષ કોર્ટમાં નોટિસ ઇશ્યૂ કરવા અરજી કરી હતી.

  કેન્દ્રીય તપાસ એજન્સી ઉપરાંત માલ્યાની આશરે 12,500 કરોડ રૂપિયાની સંપત્તિઓ તત્કાશ કુર્ક કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Kingfisher, PNB, US, Vijay Mallya, કાળુ નાણું, કૌંભાંડ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन