વિયેતનામમાં છે ભગવાનના હાથ, શું તમે જોયો આ સુંદર બ્રિજ

આ એક અનોખો બ્રિજ છે જેને તમે જોતા રહી જશો

 • Share this:
  આ એક અનોખો બ્રિજ છે જેને તમે જોતા રહી જશો. સમુદ્ર તટથી 1400 મીટર ઉપર, 150 મીટર લાંબો, પહાડ અને જંગલોને જોડનાર આ બ્રિજ હાલ દુનિયાભરના લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બ્રિજ વિયેતનામના બા નામના પર્વતીય વિતારમાં આવેલો છે. વિયેતનામી સરકારે દુનિયાભરમાંથી પ્રવાસીઓને આકર્ષવા માટે બ્રિજ પર અંદાજે 1300 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આટલી ઊંચાઈ પર હોવા છતાં ફક્ત આ બ્રિજ બે આર્ટીફીશીયલ હાથો પર ટકેલો છે. સોશિયલ મીડિયામાં પણ આ પુલની તસવીરો અને વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

  આ છે વિયેતનામનો કાઉ વાંગ (Cau Vang) બ્રિજને લોકો ગોલ્ડન બ્રિજના નામે પણ ઓળખે છે. આની ખૂબસૂરતી પરથી નિગાહો હટાવવી ઘણું જ મુશ્કેલ કામ છે. લોક આ પુલને જોઇને લોકો તેના દિવાના થઇ જાય છે.

  આટલી ઊંચાઈ પર હોવા છતાં ફક્ત આ બ્રિજ બે આર્ટીફીશીયલ હાથો પર ટકેલો છે


  ગોલ્ડન બ્રિજ દરિયાની સપાટીથી લગભગ 1400 મીટરની ઊંચાઈ અને જમીનથી 4600 ફૂટની ઉંચાઈ પર આવેલો છે. આ બ્રિજ પર ચાલતા લોકોને એવો અનુભવ થાય છે કે જાણે તેઓ ભગવાનના હાથમાં ચાલી રહ્યાં છે. રોજ હજારોની સંખ્યામાં લોકો આની મુલાકાત લેવા માટે આવે છે.

  વિયેતનામ હંમેશા પોતાના પ્રવાસી આકર્ષણો માટે ટૂરિસ્ટ વચ્ચે પ્રખ્યાત છે. પહેલા એક Dragon Bridge અને હવે આ વિશાળ Golden Bridge પ્રવાસીઓને આકર્ષી કરી રહ્યું છે.  આ વર્ષે જૂનમાં આ બ્રિજનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું. આ બ્રિજની બંન્ને બાજુ લોબેલિયા ક્રાઇસેંથેમમ ફૂલોની હારમાળા પણ લગાવવામાં આવી છે જે તેને વધારે ખૂબસૂરત બનાવે છે.
  Published by:Kaushal Pancholi
  First published: