Video: ડ્રાઇવર અને મહિલા વચ્ચેની મારપીટમાં બસ નદીમાં પડી, 13 લોકોના મોત

Video: ડ્રાઇવર અને મહિલા વચ્ચેની મારપીટમાં બસ નદીમાં પડી, 13 લોકોના મોત
ડ્રાઇવર અને મહિલા વચ્ચેની મારપીટમાં બસ નદીમાં પડી, 13 લોકોના મોત

ચીનમાં બસ ડ્રાઇવર અને એક મહિલા વચ્ચના ઝઘડાના કારણે મુસાફરોથી ભરેલી એક બસ પુલ પરથી નદીમાં પડી ગઈ

  • Share this:
    બસમાં ડ્રાઇવર સાથે મારપીટ કરવી આટલી મોંઘી સાબિત થશે તે કોઈએ વિચાર્યું પણ નહી હોય. ચીનમાં બસ ડ્રાઇવર અને એક મહિલા વચ્ચના ઝઘડાના કારણે મુસાફરોથી ભરેલી એક બસ પુલ પરથી નદીમાં પડી ગઈ હતી. આ ઘટનામાં ઘણા લોકો માર્યા ગયા છે. આ ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

    એક મહિલા પોતાના સ્ટોપ પર ઉતરી શકી ન હતી,જેથી તે ડ્રાઇવરની સીટ પાસે ઝઘડો કરવા પહોંચી ગઈ હતી.મહિલાએ ડ્રાઇવરના માથા પર પોતાનો ફોન માર્યો હતો. આ પછી ડ્રાઇવર પર મારપીટ કરવા લાગ્યો હતો. આ બંને વચ્ચેની મારપીટના કારણે બસ બીજી લેનમાં ચાલી ગઈ હતી અને પુલનો બ્રિજ તોડી નદીમાં પડી હતી. ચીનની એજન્સીના મતે નદીમાંથી 13 લોકોના શવ બહાર કાઢવામાં આવ્યા છે અને બે લોકો ગુમ છે.




    આ ઘટના સમયે બસ 51 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ચાલી રહી હતી. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે મહિલા અને ડ્રાઇવર ઝઘડી રહ્યા હતા. પાછળથી મુસાફરો ચિલ્લાઈ રહ્યા હતા. ચીનના પોલીસનું કહેવું છે મહિલા મુસાફર અને ડ્રાઇવર બંનેની ભૂલના કારણે અન્ય મુસાફરોના જીવ ગયા હતા.
    Published by:Ashish Goyal
    First published:November 02, 2018, 18:47 pm

    ટૉપ ન્યૂઝ