જકાર્તા: ઇન્ડોનેશિયાનાં જકાર્તામાં સ્ટોક એક્સચેન્જની ઓફિસમાં એક એવી ઘટના ઘટી ગઇ કે તે વીશે જાણીને નવાઇ લાગશે. સ્ટોક એક્સચેન્જની લોબી તુટી જવાની ઘટના બપોરનાં સમયે બની હતી. જેનો વીડિયો વાયુ વેગે પ્રસરી ગયો છે. આ ઘટના બની ત્યારે લોબીમાં ઘણાં લોકો ઉભેલા હતાં.
લોબી ધડામ દઇને નીચે પડી જતા મોટાભાગનાં લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમાંથી 15 લોકોને ગંભીર ઇજા થઇ હતી. તેમને તમામને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટના બનતા ત્યાં હાજર અન્ય લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર