Home /News /world /Video: બુરખો પહેરીને આ છોકરી રમે છે જોરદાર ફૂટબોલ, જોઇને હેરાન થઇ જશો

Video: બુરખો પહેરીને આ છોકરી રમે છે જોરદાર ફૂટબોલ, જોઇને હેરાન થઇ જશો

    બુરખો પહેરીને આ છોકરી ફૂટબોલ સાથે બધાને હેરાન કરી દે તેવી કરતબ કરે છે. મલેશિયાની એક મુસ્લિમ છોકરીએ દરેકને હેરાન કરી દીધા છે. તે એવા દેશમાં રહે છે જ્યાં મહિલાઓને રમવાની આઝાદી નથી. તેવા વાતાવરણમાં આ છોકરી બુરખો પહેરીને ફૂટબોલ રમે છે જે મોટાભાગના લોકો બુરખા વગર પણ નથી કરી શકતાં. સોશિયલ મીડિયામાં આ વાયરલ ઘણો વાયરલ થઇ રહ્યો છે.

    બુરખો પહેરીને આ છોકરી ફૂટબોલને જગલ કરે છે, પગથી ફૂટબોલ ફેરવે છે અને પીઠ પર મુકીને કરતબ કરતી દેખા છે. તેના ફ્રીસ્ટાઇલ ફૂટબોલ મૂવ્સના બધા દિવાના થઇ ગયા છે. 18 વર્ષની આ યુવતી મલેશિયાના ક્લેંગ શહેરમાં રહે છે. જે ત્યાંની રાજધાની કુઆલાલમ્પુરથી 40 કિમી દૂર છે. તેમણે કહ્યું કે, 'બુરખાથી મને આ કરવામાં કોઇ પરેશાની નથી થતી. આ સામાન્ય વાત છે. તમે કઇ રીતે આને જુવો છો તે મહત્વનું છે.'



    Tag your friends! #tekkers #malaysianfreestylers #malaysia


    A post shared by Qhouirunnisa’ Syasya (@qhouirunnisa) on






    નોંધનીય છે કે મલેશિયામાં 60 ટકા લોકો એટલે 32 મિલિયન લોકો મુસ્લિમ છે. મોટાભાગની મુસ્લિમ મહિલાઓ હિઝાબ પહેરે છે. 18 વર્ષની આ છોકરીએ કહ્યું ક, 'ઇસ્લામ રમવાથી નથી રોકતું. ' તેણે 2016માં ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું.



    Throwback sikit hihi


    A post shared by Qhouirunnisa’ Syasya (@qhouirunnisa) on






    તેણે યુટ્યુબમાં વીડિયોઝ જોઇને ફૂટબોલ ટ્રિક્સ શીખી છે. તેણે કહ્યું, 'મારો પરિવાર મને ઘણી મદદ કરે છે અને ફૂટબોલ રમવા માટે પ્રોત્સાહિત કરે છે.'




    ફૂટબોલ મલેશિયાનો સૌથી લોકપ્રિય રમત છે. પુરૂષોની ટીમ ફીફા રેકિંગમાં 171માં નંબર પર આવે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Malaysia, Muslims, ફુટબોલ

    विज्ञापन

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन