પુલવામા હુમલો: ટ્રમ્પની ચિંતા, 'ભારત-પાક વચ્ચે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે'

News18 Gujarati
Updated: February 23, 2019, 8:24 AM IST
પુલવામા હુમલો: ટ્રમ્પની ચિંતા, 'ભારત-પાક વચ્ચે પરિસ્થિતિ બદથી બદતર થઇ રહી છે'
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

'અમે ઇચ્છીએ છીએ કે આવી પરિસ્થિતિ સમાપ્ત થાય. ભારત ઇચ્છે છે કે કડક એક્શન લેવામાં આવે.'

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જમ્મુ કાશ્મીરનાં પુલવામામાં થયેલા આતંકી હુમલા અંગે ચિંતા દર્શાવી છે. તેમણે કહ્યું છે કે આ હુમલા પછી ભારત અને પાકિસ્તાનની વચ્ચે ખતરનાક હાલત બની ગયા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે ઓવલ ઓફિલમાં સંવાદદાતાઓ ને કહ્યું કે, 'આ સ્થિતિ બંન્ને દેશો માટે ખતરનાક છે. અમે ઇચ્છીએ છીએ કે આવી પરિસ્થિતિ સમાપ્ત થાય. ભારત ઇચ્છે છે કે કડક એક્શન લેવામાં આવે.'

નોંધનીયી છે કે 14 ફેબ્રુઆરીનાં રોજ IED વિસ્ફોટથી CRPFનાં કાફલાની એક બસને નિશાનો બનાવવામાં આવી. આ હુમલામાં 40 સીઆરપીએફ જવાન શહીદ થઇ ગયા છે. સીઆરપીએફનાં કાફલા પર આતંકીઓએ આઈઈડીથી હુમલો કરવામાં આવ્યો અને પછી અચાનક ફાયરિંગ પણ કરવામાં આવી.

નોંધનીય છે કે ગુરુવારે હાઇઝ સઈદના સંગઠનો ઉપર પ્રતિબંધ મુક્યા પછી શુક્રવારે પાકિસ્તાની સરકારે મસુદ અઝહરના આતંકી સંગઠન જૈશ એ મોહમ્મદ પર એક્શન લીધી છે. જોકે ભારત એક્શન લેશે તેવા ડર પણ પાકિસ્તાનને લાગી રહ્યો છે. ઇમરાન ખાન સરકારના ઘરેલું મામલાના મંત્રાલયના એક નિવેદન પ્રમાણે પંજાબ સરકારે બહાવલપુરમાં જૈશ એ મોહમ્મદના સ્થળોને નિયંત્રણમાં લીધા છે. પાકિસ્તાન સરકારે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ વાતની જાણકારી આપી હતી.
First published: February 23, 2019, 8:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading