Home /News /world /

UFOની તપાસ માટે અમેરિકા ચલાવી રહ્યું હતું સીક્રેટ પ્રોગ્રામ

UFOની તપાસ માટે અમેરિકા ચલાવી રહ્યું હતું સીક્રેટ પ્રોગ્રામ

અમેરકામાં UFOની તપાસ માટે સીક્રેટ ઇન્વેસ્ટિગેશન પ્રોગ્રામ ચલાવવામાં આવી રહ્યો હતો. અમેરિકી રક્ષા વિભાગ પેંટાગનના જણાવ્યા અનુસાર, ફંડ ઓછું હોવાથી 2012માં આ પ્રોગ્રામ બંધ કરવામાં આવ્યો હતો.

ન્યૂયોર્ક ટાઈમ્સના એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે સૌથી સીક્રેટ પ્રોગ્રામ UFO (અનઆઈડેંટિફાઈડ ફ્લાઈંગ ઓબ્જેક્ટસ) જોવા માટેની ઘટનાઓ પર તપાસ કરવામાં આવી રહી હતી. 2007થી 2012 સુધી ચલાવવામાં આવેલા આ પ્રોગ્રામ પર 22 મિલિયન ડોલર ખર્ચ કરવામાં આવ્યો હતો.

રિપોર્ટ અનુસાર ભૂતપૂર્વ સેનેટર હૈરી રીડની રિક્વેસ્ટ પર આ ફંડિગ મંજુર કરવામાં આવ્યું હતું.



ન્યૂઝ એજન્સી રોયટર્સ દ્વારા પૂછવા પર પેંટાગને અભિયાન ચલાવવાની વાત માની હતી. પેંટાગન પ્રવક્તા લોરા ઓશોઆએ ઇમેલના માધ્મયથી એજન્સીને જણાવ્યુ હતું કે 'આ એડવાન્સ એવિએશન થ્રેટ આઈડેંટિફિકેશન પ્રોગ્રામ 2012માં બંધ કરવામાં આવ્યો હતો. રક્ષા વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે કેટલાક અન્ય મુદ્દાઓ પણ આ પ્રોગ્રામમાં વધારે જરૂરી છે, જેના પર પણ ફંડ ખર્ચ કરી શકાય છે'

First published:

Tags: UFO, US

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन