Home /News /world /

-40 ડિગ્રી ઠંડીમાં યુવતીએ શેમ્પુથી ધોયા વાળ, પછી થઈ આવી હાલત

-40 ડિગ્રી ઠંડીમાં યુવતીએ શેમ્પુથી ધોયા વાળ, પછી થઈ આવી હાલત

-40 ડિગ્રી ઠંડીમાં યુવતીએ શેમ્પુથી ધોયા વાળ, પછી થઈ આવી હાલત

અમેરિકાના કેટલાક ભાગો હાલના સમયે દુનિયાના સૌથી ઠંડા સ્થળો બની ગયા

    અમેરિકામાં કેટલાક સ્થાનો પર ઠંડીના કારણે તાપમાન માઇનસ 40 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. ચારે બાજુ બરફની મોટી ચાદરો જામી ગઈ છે. સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. સોશિયલ મીડિયા પર એક અમેરિકી મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના વાળ પણ સખત ઠંડીના કારણે ફ્રીજ થઈ ગયા છે.

    ઉત્તરી ધ્રુવ તરફથી આવતા બર્ફીલા ચક્રવાત જેને પોલર વોર્ટેક્સ કહેવામાં આવે છે. તેના કારણે અમેરિકાના કેટલાક ભાગો હાલના સમયે દુનિયાના સૌથી ઠંડા સ્થળો બની ગયા છે. અહીં રહેનાર એક મહિલાનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મહિલા હેયર વોશ કરીને આવે છે પણ તે પોતાના વાળને સારી રીતે સુકવે તે પહેલા વાળમાં બરફ જામી જાય છે અને મહિલાના વાળ ફ્રીઝ થઈ જાય છે.

    ટેલર સ્કેલને પોતાના ટ્વિટર ઉપર આ ઘટનાનો વીડિયો શેર કર્યો છે. જેને બે દિવસથી પણ ઓછા સમયમાં 2.7 મિલિયનથી વધારે વખત જોવાયો છે.





    સખત ઠંડીના કારણે પ્રશાસને લોકોને ઘરની અંદર જ રહેવાની ચેતવણી આપી છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: US, અમેરિકન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन