ઈન્ટરનેટ પર મળી રૂ. 62 કરોડની ઓફર, કિશોરીએ મિત્રની હત્યા કરી

News18 Gujarati
Updated: June 19, 2019, 4:28 PM IST
ઈન્ટરનેટ પર મળી રૂ. 62 કરોડની ઓફર, કિશોરીએ મિત્રની હત્યા કરી
ભોગ બનનારી સિંથિયા હોફમેનની ફાઇલ તસવીર (Facebook Photo)

સગીરોએ ખૂબ જ ફિલ્મી અંદાજમાં કરી હત્યા, સતત મોકલી રહ્યા હતા ફોટો અને વીડિયો

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકામાં એક કિશોરીને પોતાની જ બેસ્ટ ફ્રેન્ડની હત્યાનું કાવતરું ઘડવા અને તેને અંજામ આપવાના ગુનામાં પકડવામાં આવી છે. મળતી માહિતી મુજબ, કિશોરીને આવું કરવા માટે 90 લાખ ડોલર (લગભગ 62.72 કરોડ રૂપિયા)નો ઓફર મળી હતી. ઘટનાના તપાસકર્તાઓ મુજબ અલાસ્કાની રહેનારી 18 વર્ષીય ડેનાલી બ્રહમરની થોડાક દિવસો પહેલા ઓનલાઇન ટાઇલર નામના વ્યક્તિ સાથે ઓળખાણ થઈ. બાદમાં તે વ્યક્તિએ પોતાને ધનિક ગણાવતાં તેને 90 લાખ યૂએસ ડોલર આપવાનો વાયદો કર્યો, પરંતુ તેના બદલામાં તેની બેસ્ટ ફ્રેન્ડની લાશનો ફોટો જોવા માટે કહ્યું.

હકીકતમાં ટાઇલર એક નકલી નામ હતું. આ નામની પાછળ ઈન્ડિયાનાના રહેવાસી 21 વર્ષીય ડેરિન શિલ્મિલર હતો. કોર્ટના દસ્તાવેજોમાં આ વાત જાહેર થાય છે કે બંનેએ અલાસ્કામાં કોઈકની રેપ અને હત્યા કરવાની અનેક પ્રકારની યોજના બનાવી હતી. આ દરમિયાન શિલ્મિલરે બ્રહમરને હત્યા અને રેપ જેવા જધન્ય અપરાધના અનેક વીડિયો અને તસવીરો મોકલી.

જ્યારે બ્રહમર આ અપરાધને અંજામ આપવા માટે પૂરી રીતે તૈયાર થઈ ગઈ તો તેણે આ કામમાં વધુ ચાર છોકરાઓને સામેલ કર્યા. ત્યારબાદ સૌએ મળીને 2 જૂને 19 વર્ષીય સિંથિયા હોફમેનની હત્યા કરી દીધી.

સગીરોએ ખૂબ જ ફિલ્મી અંદાજમાં કરી હત્યા

મળતી જાણકારી મુજબ, આ હત્યા ખૂબ જ યોજનાબદ્ધ રીતે કરવામાં આવી. પહેલા હત્યારી ટીમ ફોસલાવીને સિંથિયાને પોતાની સાથે પહાડ ચઢવા માટે લઈ ગઈ. તેઓએ તેના હાથ-પગ બાંધ્યા, પછી તેના માથમાં પાછળથી ગોળી મારી અને તેને નદીમાં ફેંકી દીધી. તેનું શબ 4 જૂને મળ્યું.

12 વર્ષની બાળકીની જેમ વિચારતી હતી સિંથિયા
Loading...

સ્થાનિક સમાચાર સ્ત્રોતો પાસેથી મળેલી જાણકારી મુજબ, સિંથિયાના પિતાએ જણાવ્યું કે તેમની દીકરીની ઉંમર ભલે 19 વર્ષ હતી પરંતુ તેનું મગજ હજુ તેટલું વિકસિત નહોતું. તે એકદમ 12 વર્ષની બાળકી જેવું વિચારતી હતી. પોલીસે જણાવ્યું કે બ્રહમર અને 16 વર્ષના કેડેન મેકલંટોસે સિંથિયાને ફોસલાવીને સૂમસામ સ્થળે બોલાવી હતી.

શિલ્મિલરને સતત મોકલી રહ્યા હતા ફોટો અને વીડિયો

અધિકારીઓએ જણાવ્યું કે બ્રહમરે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન શિલ્મિલરને હોફમેનની સ્નેપચેટ તસવીરો અને વીડિયો મોકલ્યા.

તમામ 6 આરોપીઓને કોર્ટે દોષી ઠેરવ્યા

ગત શુક્રવારે ગ્રેન્ડ જ્યૂરીએ તમામ 6 આરોપીઓને પ્રથમ શ્રેણી હત્યના દોષી ઠેરવ્યા અને તેની સાથે જ સંબંધિત અન્ય મામલાઓમાં પણ તેમને દોષી ઠેરવ્યા.

આ પણ વાંચો, India's Got Talentના નિર્માતા સોહન ચૌહાણનું મોત, તળાવમાં મળી લાશ
First published: June 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...