Home /News /world /

ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર ઠાલવ્યો ગુસ્સો, કહી દીધું 'Fools'

ડોનાલ્ડ ટ્રમ્પે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર ઠાલવ્યો ગુસ્સો, કહી દીધું 'Fools'

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર

ટ્રંપે કડક શબ્દોમાં કહ્યું છે કે આ દેશે આતંકવાદની સામેની લડાઇમાં કંઇ કર્યું નથી.

    આતંકવાદના મામલે પહેલાથી જ આંતરરાષ્ટ્રીય મુશ્કેલીઓ ખમી રહેલા પાકિસ્તાનને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અરીશો દેખાડ્યો છે. ટ્રંપે કડક શબ્દોમાં કહ્યું છે કે આ દેશે આતંકવાદની સામેની લડાઇમાં કંઇ કર્યું નથી. અલકાયદાના વડા ઓસામા બિન લાદેન જેવા ખૂંખાર આતંકી તેમને ત્યાં છૂપાયેલા છે પરંતુ બેવકૂફોએ ક્યારેય નથી જણાવ્યું. આ ખૂંખાર આતંકીએ અમેરિકામાં 11 સપ્ટેમ્બર 2001ના રોજ થયેલા ભીષણ આતંકી હુમલાઓનું ષડયંત્ર કરી સૈંકડો નિર્દોષ લોકોના જીવ લીધા હતાં.

    ટ્રમ્પે કહ્યું કે ઓસામાને પહેલા જ ઝડપી લેવામાં આવવો જોઇતો હતો. પરંતુ પહેલાના અમેરિકી રાષ્ટ્રપતિ અને પાકિસ્તાનને કારણ એવું બની ન શક્યું.

    આ પણ વાંચો: શિકાગોની હોસ્પિટલમાં અંધાધૂંધ ગોળીબાર, મહિલા ડોક્ટર સહિત ચારનાં મોત

    અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વિટ કરીને કહ્યું કે, 'અમારે ઓસામાને પહેલા જ પકડી પાડવાનો હતો. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા પહેલા જ મેં આની નોંધ પોતાની પુસ્તકમાં લીધી હતી. અમે પાકિસ્તાનને અરબો ડોલર આપ્યાં. પરંતુ તેમણે અમને ક્યારેય નહીં જણાવ્યું કે ઓસામા તેમના દેશમાં રહે છે. બેવકૂફ!'

    ગત રવિવારે અપાયેલ એક ઇન્ટરવ્યૂમાં ટ્રંપે કહ્યું હતુ કે તેમણે વર્ષની શરૂવાતમાં પાકિસ્તાનને અમેરિકા દ્વારા અપાયેલ અરબો ડોલરની સહાયતા રોકી દીધી છે. કારણ કે પાકિસ્તારને બદલામાં અમેરિકા માટે કંઇ નથી કર્યું.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Donald trump, Imran Khan, US, પાકિસ્તાન

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन