પુલવામા એટેક: ટ્રમ્પે કહ્યું-પરિસ્થિતિ ભયાવહ, ભારત-પાક સાથે આવે તો ખુશી થશે

News18 Gujarati
Updated: February 20, 2019, 3:25 PM IST
પુલવામા એટેક: ટ્રમ્પે કહ્યું-પરિસ્થિતિ ભયાવહ, ભારત-પાક સાથે આવે તો ખુશી થશે
ડોનાલ્ડ ટ્રમ્પ, US રાષ્ટ્રપતિ

ટ્રમ્પે કહ્યું કે, 'મારી તમામ ઘટનાઓ પર નજર છે. સાથે જ મે ઘણાં રિપોર્ટ્સ પણ જોયા છે. યોગ્ય સમય આવવા પર હું ટિપ્પણી કરીશ. મને ખુશી થશે જો ભારત-પાકિસ્તાન એક સાથે આવશે.'

  • Share this:
વોશિંગટન: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પુલવામા હુમલાને ભયાવહ સ્થિતિ જણાવી છે. તેમણે કહ્યું કે, તે યોગ્ય સમય આવશે ત્યારે ટિપ્પણી કરશે. 14 ફેબ્રુઆરીનાં કશ્મીરમાં પુલવામામાં થયેલા આત્મઘાતી હુમલામાં 40 જવાન શહીદ થઇ ગયા હતાં. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.  હુમલાના માસ્ટરમાઇન્ડ કામરાનને 18 ફેબ્રુઆરીએ ભારતીય જવાનોએ ઠાર માર્યો હતો.

ભારતને અમેરિકાનું સંપૂર્ણ સમર્થન
અમેરિકન વિદેશ વિભાગનાં ઉપપ્રવક્તા રોબર્ટ પલાડિનોએ કહ્યું કે, ભારતની સાથે અમેરિકાની સંવેદનાઓ જ નહીં પણ સપૂર્ણ સમર્થન છે. હુમલામાં જે લોકો પણ જવાબદાર છે, પાકિસ્તાને તેમને સજા આપવી જોઇએ. સાથે જ તેમને તપાસમાં સહયોગ કરવો જોઇએ.

તો ઓવલ ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું કે, 'મારી તમામ ઘટનાઓ પર નજર છે. સાથે જ મે ઘણાં રિપોર્ટ્સ પણ જોયા છે. યોગ્ય સમય આવવા પર હું ટિપ્પણી કરીશ. મને ખુશી થશે જો ભારત-પાકિસ્તાન એક સાથે આવશે.'

બીજી તરફ ટ્રમ્પનાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) જોન બોલ્ટને પણ કહ્યું કે, ભારતને પોતાની સુરક્ષા કરવાનો સંપૂર્ણ હક છે. વિદેશ મંત્રી માઇક પોમ્પિયો, બોલ્ટન અને વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી સારા સેંડર્સે અલગ અલગ નિવેદન જાહેર કરીને પાકિસ્તાનને જૈશ વિરુદ્ધ પગલાં લેવા અને આતંકવાદીઓને પનાહ આપવાનું બંધ કરવા કહ્યું હતું.

આ પણ વાંચો-ઈમરાનને ભારતે આપ્યો કડક જવાબ - નવા પાકમાં આતંકીઓની સાથે જ દેખાય છે મંત્રી
-ભારત યુદ્ધ છેડશે તો અમે પણ જવાબ આપીશું : પાકિસ્તાન PM ઇમરાન ખાન
-ભારતની મોટી ફુટનીતિક જીત! મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા ફ્રાન્સ UNમાં લાવશે પ્રસ્તાવ

ભારતને ફ્રાંસ અને ઇઝરાયલનું સમર્થન
પુલવામા હુમલા બાદ ફ્રાન્સ અને ઇઝરાયલ ખુલીને ભારતનું સમર્થન કર્યુ છે. તે ભારતની દરેક પ્રકારે મદદ કરવા તૈયાર છે. જૈશ-એજ મોહમ્મદનાં સરગણા મસૂદ અઝરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે ફ્રાન્સ થોડા દિવસોમાં UNમાં પ્રસ્તાવ પણ મુકશે.

ફ્રાન્સ બીજી વખત UNમાં આ અંગે પ્રસ્તાવ રજૂ કરશે. ફ્રાન્સ પાકિસ્તાનને ગ્રે લિસ્ટનાં દેશમાં મુકવાની પહેલ પણ કરી ચુક્યો છે. તે માટે ફ્રાન્સ FATF જશે.

તો ઇઝરાયલે કહ્યું કે, તે આતંકવાદીએને નેસ્ત નાબૂદ કરવા માટે ભારતને બિનશરતી મદદ કરવા તૈયાર છે. તેની કોઇ જ સીમા નથી. આ વચ્ચે ભારતનાં વલણથી ડરીને પાકિસ્તાન UNની શરણે પહોંચી ગયુ છે. પાકિસ્તાન વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ UN મહાસચિવ એતોનિયો ગુતેરેસને પત્ર લખીને ભારત સાથે તણાવ ઓછો કરવાની દિશામાં મદદ માંગી છે.
First published: February 20, 2019, 8:37 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading