પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને સોમવારે વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી. વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથે ઇમરાન ખાનની આ પ્રથમ મુલાકાત છે. રોયટર્સના રિપોર્ટ પ્રમાણે વાતચીત દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધો સુધારવા માટે પહેલ કરવાની વાત કરી હતી. પાકિસ્તાનના પ્રધાનમંત્રીએ ટ્રમ્પ સામે કાશ્મીરનો મુદ્દો રાખ્યો હતો. ટ્રમ્પે આ મુદ્દે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થતા કરવાની વાત કરી હતી.
આટલું જ નહીં ટ્રમ્પે કહ્યું હતું કે ભારતીય પીએમ નરેન્દ્ર મોદીએ પણ મને કહ્યું હતું કે તે કાશ્મીર વિવાદ ઉકેલવામાં મદદ કરે અને મને મધ્યસ્થતા કરવામાં
ખુશી થશે. બંને નેતાઓ વચ્ચેની વાતચીત ટ્રમ્પના પાકિસ્તાન ઉપર ખોટું બોલવાના અને કપટ કરવાના આરોપ લગાવ્યાના છ મહિના પછી આવી છે. 23 ઓગસ્ટ 2018માં પાકિસ્તાનના પ્રધાનમંત્રી બન્યા પછી ઇમરાન ખાનની પ્રથમ અમેરિકાની યાત્રા છે.
ઉલ્લેખનીય છે કે ભારત હંમેશા કાશ્મીર સહિત બધા મુદ્દા ઉપર પાકિસ્તાને સાથે દ્વિપક્ષીય વાતચીતના પક્ષમાં રહ્યું છે. કોઈ પ્રકારની મધ્યસ્થતાને હંમેશા ફગાવી છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર