કાશ્મીર મુદ્દે ટ્રમ્પે પાકિસ્તાનને ફરી ઝટકો આપ્યો, કહ્યુ - PM મોદી બધુ સંભાળી લેશે

News18 Gujarati
Updated: September 25, 2019, 10:04 AM IST
કાશ્મીર મુદ્દે ટ્રમ્પે પાકિસ્તાનને ફરી ઝટકો આપ્યો, કહ્યુ - PM મોદી બધુ સંભાળી લેશે
કાશ્મીર મુદ્દે ટ્રમ્પે પાકિસ્તાનને ફરી ઝાટકો આપ્યો, કહ્યું - PM મોદી બધું સંભાળી લેશે

ટ્રમ્પે પાકિસ્તાનને નંબર વન આતંકવાદી દેશ પણ કહ્યો

  • Share this:
હ્યુસ્ટનમાં (Houston) રવિવારે થયેલા ‘હાઉડી મોદી’(Howdy Modi)કાર્યક્રમને સંબોધિત કર્યાના બે દિવસ પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra Modi) અને અમેરિકાના (America) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)ની મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly)ના 74નાં સત્રથી ઇતર દ્વિપક્ષીય બેઠક થઈ હતી. આ પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી હતી. ટ્રમ્પે ભારતીય પત્રકારોના સવાલોના જવાબ આપ્યા હતા. પીએમ મોદીએ આભાર ભાષણ આપ્યું હતું.

પીએમ મોદી સાથે દ્વિપક્ષીય બેઠક પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય પત્રકારોના જવાબ આપતા કહ્યું હતું કે અમે જલ્દી ભારત સાથે ટ્રેડ ડીલ કરીશું. જ્યારે ભારતીય પ્રધાનમંત્રી મોદી સાથે વ્યક્તિગત મિત્રતા વિશે પુછવામાં આવ્યું તો ટ્રમ્પે કહ્યું હતું કે ભારતના લોકો મારી બાજુમાં બેસેલા વ્યક્તિને (નરેન્દ્ર મોદી)ને ઘણો પસંદ કરે છે.આ પણ વાંચો - ટ્રમ્પ પાકિસ્તાની પત્રકાર પર ભડક્યા, ઈમરાન ખાનની સામે જ કરી ફજેતી

પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાનના આતંકવાદને લઈને કબુલનામા ઉપર જ્યારે ટ્રમ્પને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું હતું કે મેં તેના વિશે વાચ્યું નથી. જોકે આતંકના મામલે તે બીજી તરફ ખેંચતા જોવા મળ્યા હતા. ફૂટનીતિને સાધતા કહ્યું હતું કે ભારતની સાથે ઇરાનનો મુદ્દો વાતચીતમાં સૌથી ઉપર હશે. ટ્રમ્પે પાકિસ્તાનને નંબર વન આતંકવાદી દેશ પણ કહ્યો હતો.

ટ્રમ્પે કહ્યું હતું કે પીએમ મોદી અને ઇમરાન ખાન સાથે આવશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદ્દા દ્વિપક્ષીય વાર્તા દ્રારા ઉકેલી લેશે. ટ્રમ્પે કહ્યું હતું કે મોદી એક મહાન પ્રધાનમંત્રી છે. તે બધા મુદ્દા ઉકેલી લેશે. જ્યારે પાકિસ્તાન માટે કોઇ સંદેશોની માંગણી કરી તો ટ્રમ્પે આ સવાલ ટાળતા કહ્યું હતું કે પાકિસ્તાનને આ મામલામાં મોદીએ એક સ્પષ્ટ સંદેશો આપ્યો છે.
First published: September 24, 2019, 11:40 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading