Home /News /world /

US રાષ્ટ્રપતિ ટ્રંપનો દાવો, અમેરિકા બે દિવસમાં કરશે ખશોગીની હત્યાનો ખુલાસો

US રાષ્ટ્રપતિ ટ્રંપનો દાવો, અમેરિકા બે દિવસમાં કરશે ખશોગીની હત્યાનો ખુલાસો

સીઆઈએએ કહ્યું કે, સાઉદી અરબનાં 15 એજન્ટોએ પત્રકાર જમાલ ખશોગીની હત્યા કરી.

સીઆઈએએ કહ્યું કે, સાઉદી અરબનાં 15 એજન્ટોએ પત્રકાર જમાલ ખશોગીની હત્યા કરી.

    અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રંપે વરિષ્ઠ પત્રકાર જમાલ ખશોગીની હત્યા અંગે રવિવારે મોટું નિવેદન આપ્યું છે. ટ્રંપે કહ્યું કે, અમેરિકા બે દિવસમાં જાણી લેશે કે સાઉદી અરબનાં જમાલ ખશોગીની હત્યા કોણે કરી છે. સમાચાર એજન્સી એએફપીને આપવામાં આવેલા એક નિવેદનમાં ટ્રંપે કહ્યું.

    કાલે મીડિયામાં આવેલા સમાચારને લઈને પણ યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે સફાઈ આપી. યુ.એસ. સ્ટેટ ડિપાર્ટમેન્ટે કહ્યું કે, અમે તમામ અહેવાલોને નકારીએ છીએ કે જેણે દાવો કર્યો છે કે યુનાઇટેડ સ્ટેટ્સે એવા દોષિતોને શોધી કાઢ્યા છે જેમણે પત્રકાર જમાલ ખશોગીની હત્યા કરી હતી.

    શનિવારે અમેરિકાએ કહયું હતું કે, અમેરિકાની સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી આ નિષ્કર્ષ પર પહોંચી છે કે પત્રકાર જમાલ ખશોગીની હત્યા પાછળ સાઉદી અરબનાં વલી અહદ મોહમ્મદ બિન સલમાનનો હાથ છે. યુનાઈટેડ સ્ટેટસનું આ મૂલ્યાંકન સાઉદી અરેબિયાના વકીલથી અલગ છે. જેણે એક દિવસ પહેલા આ ક્રૂર હત્યામાં વલી અહદની હાજરીને ખારીજ કરી હતી.

    અખબારે કહ્યું હતું કે, સીઆઈએની તપાસ અનુસાર સાઉદી અરબનાં 15 એજન્ટ સરકારી વિમાનમાં ઈસ્તાંબુલ પહોંચ્યા અને પછી તેમણે સાઉદી અરબની એમ્બેસીમાં ખશોગીની હત્યા કરી. તો આ બાબતે પુછવા પર સીઆઈએએ ઈનકાર કરી દીધો.

    વૉશિંગ્ટન પોસ્ટના કટારલેખક ખશોગી પોતાની તુર્ક ફિયાન્સે સાથે લગ્ન કરવા માટે જરૂરી દસ્તાવેજો મેળવવા દૂતાવાસમાં ગયા હતા. સાઉદી અરેબિયન વકીલે ગુરુવારે કહ્યું હતું કે, ખશોગીને સમજાવીને ઈસ્તાંબુલમાંથી બહાર કાઢવા માટે 15 સભ્યોની એક ટુકડી રચવામાં આવી હતી. પરંતુ આખરે પત્રકારની હત્યા કરવામાં આવી અને તેનાં શરીરનાં ટુકડાં કરવામાં આવ્યાં.

    અખબારે અહેવાલ આપ્યો છે કે સીઆઇએએ ઘણાં ઇન્ટેલિજન્સ સ્રોતોની તપાસ કરી, જેમાં વલી અહદના ભાઈ અને ખશોગી વચ્ચેનાં ફોન કૉલનો સમાવેશ થાય છે. વલી અહદનો ભાઈ અમેરિકામાં સાઉદી અરેબિયાની એમ્બેસીમાં છે
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Donald trump, Jamal Khashoggi, US president, હત્યા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन