Home /News /world /

ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા પર USએ જાહેર કર્યું રૂ. 7 કરોડનું ઇનામ

ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા પર USએ જાહેર કર્યું રૂ. 7 કરોડનું ઇનામ

હમઝા બિન લાદેનની જાણકારી આપનારને 1 મિલિયન ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ રકમ 7 કરોડ થાય છે.

હમઝા બિન લાદેનની જાણકારી આપનારને 1 મિલિયન ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ રકમ 7 કરોડ થાય છે.

    ન્યૂઝ 18 ગુજરાતી : પુલવામા આતંકી હુમલા પછી ભારતની પાકિસ્તાન પર કડક કાર્યવાહી બાદ અન્ય દેશોએ પણ પોતાની જંગ તેજ કરી દીધી છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે અમેરિકાએ ઓસામા બિન લાદેનનાં પુત્ર હમઝા બિન લાદેન પર કાર્યવાહી કરવોનો નિશ્ચય કરી લીધો છે. તેણે હમઝા બિન લાદેનની જાણકારી આપનારને 1 મિલિયન ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ રકમ 7 કરોડ થાય છે.

    અમેરિકા છેલ્લા ઘણાં વર્ષોથી કુખ્યાત હમઝા બિન લાદેનનાં ઠેકાણાને શોઘવાનો પ્રયત્ન કરી રહી છે. જો કે તેના ઠેકાણો અંગે ઘણી જ ખબરો આવે છે. આ પહેલા પણ કહેવામાં આવ્યું હતું કે હમઝા પાકિસ્તાનમાં છુપાઇને બેસીને પોતાનાં દળને મજબૂત કરી રહ્યો છે. જ્યારે તેના કેટલાક દિવસો પછી હમઝાનાં ઇરાન કે અફઘાનિસ્તાનમાં હોવાની ખબર પણ આવી હતી. અમેરિકા ઇચ્છે છે કે હમઝા ફરીથી પોતાનાં દળને મજબૂત કરે તે પહેલા જ તેને મારી નાંખવો છે.

    હમઝા બિન લાદેનની ફાઇલ તસવીર


    આ પહેલા એફબીઆઈનાં એક પૂર્વ એજન્ટે કહ્યું હતું કે અલ કાયદા ચીફ ઓસામા બિન લાદેનનો છોકરો હમઝા વધારે મજબૂતીથી અલ કાયદાનું નેતૃત્વ કરવા માટે તૈયાર છે. તે પોતાનાં પિતાની મોતનો બદલો લેવા માટે આસ્વસ્થ છે.

    પાકિસ્તાનનાં એબટાબાદમાં અમેરિકાની છાપેમારીમાં કેટલાક વ્યક્તિગત પત્રો મળ્યા હતાં. જે અંગે એજન્ટ અલી સૂકાન જાણકારી આપી રહ્યાં હતાં. વર્ષ 2011માં દરોડા દરમિયાન અલ કાયદા પ્રમુખ ઓસામા બિન લાદેન યુએસ નેવી સીલ્સ કમાન્ડોએ મારી નાંખ્યો હતો. આશરે 28 વર્ષનાં હમઝાએ પત્રો લખ્યા હતાં અને તેણે ઘણાં વર્ષોથી પોતાનાં પિતાને જોયો ન હતો. ત્યારે તેની ઉંમર 22 વર્ષની હતી.

    અમેરિકા પર 9/11 હુમલા પછી અલ કાયદા મામલોનાં એફબીઆઈનાં મુખ્ય તપાસકર્તા સૂફાને સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે પત્રોથી ખબર પડે છે કે હમઝા પોતાનાં પિતાથી ઘણો જ પ્રેરિત છે. તે પોતાનાં પિતાની જાનલેવા વિચારધારાને અપનાવવા માંગે છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Osama bin laden, US, પાકિસ્તાન, પુલવામા

    આગામી સમાચાર