અમેરિકાએ પણ કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક

News18 Gujarati
Updated: February 26, 2019, 4:39 PM IST
અમેરિકાએ પણ કરી હતી સર્જિકલ સ્ટ્રાઇક
સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ થશે ત્યારે સૌથી પહેલું નામ અમેરિકાનું આવે

11 સપ્ટેમ્બર, 2001ના રોજ લાદેનના આતંકી સંગઠન "અલ કાયદા" એ ન્યૂ યોર્ક ના 'વર્લ્ડ ટ્રેડ સેન્ટર"ની બે ઇમારતો ઉપર હુમલો કર્યો હતો અને તેને નષ્ટ કરી નાખી હતી.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ગઇકાલે મોડી રાતે ભારતીય વાયુસેનાએ સીમા પર છુપાયેલા જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાંઓ પર હુમલો કર્યો છે. જેનાથી આખા દેશનાં લોકોમાં જુસ્સો આવી ગયો છે અને આ હુમલાને સર્જિકલ સ્ટ્રાઇક 2 કહી રહ્યાં છે.

જયારે સર્જિકલ સ્ટ્રાઇકનો ઉલ્લેખ થશે ત્યારે સૌથી પહેલું નામ અમેરિકાનું આવે!

અમેરિકાએ તેના સૌથી મોટા દુશ્મન ઓસામા બિન લાદેનને મારીને સર્જિકલ સ્ટ્રાઇક દ્વારા માર્યો હતો. આ બદલો લેવા માટે અમેરિકા કહીયે કે લગભગ 10 વર્ષ સુધી તડપતું હતું

11 સપ્ટેમ્બર, 2001ના રોજ લાદેનના આતંકી સંગઠન "અલ કાયદા" એ ન્યૂ યોર્ક ના 'વર્લ્ડ ટ્રેડ સેન્ટર"ની બે ઇમારતો ઉપર હુમલો કર્યો હતો અને તેને નષ્ટ કરી નાખી હતી. 18 વર્ષ જૂની આ ઘટના આજે પણ લોકોના દિલોદિમાગ ઉપર છવાયેલી છે. આ બર્બર હુમલામાં 3000 લોકો માર્યા ગયા હતા. 9/11 હુમલા બાદ અમેરિકાની ગુપ્તચર એજન્સીઓ ઓસામા બિલ લાદેનની તપાસમાં લાગી ગઈ હતી

આ ઘટનાના 10 વર્ષ પછી જાણકારી મળી કે ઓસામા બિન લાદેન પાકિસ્તાનના ઓબોટાબાદમાં છુપાઈને બેઠો છે. આ પછી અમેરિકાએ તેના સૌથી મોટા દુશ્મન લાદેનનો ખાત્મો બોલાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇકની રંણનીતિ બનાવી

અમેરિકાના સૌથી ખતરનાક કમાન્ડો ગણાતા "સીલ કમાન્ડો" ની ટુકડીએ હેલીકૉપટરમાં સવાર થઈને રાતના અંધારામાં જ એબોટાબાદ પહોંચી। આ પછી થોડા સમય બાદ લાદેનનું મકાન ગોળીઓ અને બોમ્બમારાથી ધ્રુજતુ દેખાયું। અહીં ગોળીઓનો અવાજ ત્યારે જ બંધ થયો જયારે એ નક્કી થઇ ગયું કે અમેરિકી સેનાએ લાદેનની મારી નાખ્યો ! આ સ્ટ્રાઇક બાદ અમેરિકી કમાન્ડો જે રીતે આવ્યા હતા તે રીતે પાછા જતા રહ્યા.
First published: February 26, 2019, 10:24 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading