17 દિવસ બાદ જંગલમાં ગુમ થયેલી યોગ ટીચર જીવતી મળી

News18 Gujarati
Updated: May 26, 2019, 4:23 PM IST
17 દિવસ બાદ જંગલમાં ગુમ થયેલી યોગ ટીચર જીવતી મળી
એલરની છેલ્લીવાર મોબાઇલ પર વાતચીત પોતાના બોયફ્રેન્ડ સાથે થઈ હતી.

પોતાને જીવતી રાખવા માટે અમાન્ડાએ જામફળ અને બોર ખાધા

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : અમેરિકાના હવાઈથી ગુમ થયેલી 35 વર્ષીય યોગ ટીચર અમાન્ડા એલર અંતે જીવતી મળી આવી છે. 8 મેના રોજ એટલે કે 17 દિવસ પહેલા તે ટ્રેકિંગ દરમિયાન જંગલમાં ખોવાઈ ગઈ હતી. ત્યારબાદ પરિવારજનોએ તેને શોધવા માટે મોટું અભિયાન હાથ ધર્યું હતું. ત્યાં સુધી કે તેના વિશે જાણકારી આપનારને 10 હજાર અમેરિકન ડોલરનું ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

શુક્રવારે જ્યારે એક બચાવ કાર્યમાં લાગેલું હેલિકોપ્ટર જંગલથી પસાર થઈ રહ્યું હતું તો અમાન્ડાએ હાથ હલાવીને તેની તરફ ઈશારો કર્યો. ત્યારબાદ તને ત્યાંથી બહાર કાઢવામાં આવી. તસવીરોમાં જોઈ શકાય છે કે તેના ચહેરા પર થોડા ઉઝરડા છે, પરંતુ તે હસી રહી છે.

કેવી રીતે થઈ ગુમ?


એલરની છેલ્લી વાર મોબાઇલ પર વાતચીત તેના બોયફ્રેન્ડ સાથે થઈ હતી. તેની ગાડી જંગલની બહાર મળી હતી. તે લગભગ 20 ફુટની ઉંચાઇથી નીચે પડી ગઈ હતી. ત્યારબાદ તેનો પગ તૂટી ગયો, તે જંગલમાં ખોવાઈ ગઈ. આ જંગલ લગભગ 2000 એકરમાં ફેલાયેલું છે.

અમાન્ડા એલર પોતાના બોયફ્રેન્ડની સાથે
ન હારી હિંમત!

જંગલમાં ભટક્યા બાદ પણ એલરે હિંમત ન હારી. પોતાને જીવતી રાખવા માટે તેને જામફળ અને બોર ખાધા. જંગલમાં ક્યાંય ચોખ્ખું પાણી નહોતું. તેમ છતાંય તેને કોઈક રીતે પાણીને પીવાલાયક બનાવીને ઉપયોગ કર્યો. એલરના પગો પણ કામ નહોતા કરતા. ઘાયલ એલર જંગલમાં ભટકતી રહી. અંતે કોઈ પ્રકારે પોતાને જીવતી રાખવામાં સફળ રહી.

આ પણ વાંચો, મા. એવરેસ્ટ પર 'ટ્રાફિક જામ' બન્યો જીવલેણ, અત્યાર સુધી 10 પર્વતારોહીનાં મોત
First published: May 26, 2019, 4:11 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading