Home /News /world /

USમાં હિન્દી શીખવાનો ક્રેઝ વધ્યો, જ્યોર્જ વૉશિંગટન યુનિ.માં આજથી ફ્રી કોર્સનો પ્રારંભ

USમાં હિન્દી શીખવાનો ક્રેઝ વધ્યો, જ્યોર્જ વૉશિંગટન યુનિ.માં આજથી ફ્રી કોર્સનો પ્રારંભ

હિન્દી શીખવા માટે સાત દેશોના 87 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 6 સપ્તાહના કોર્સનો 28 ઑગસ્ટથી પ્રારંભ

હિન્દી શીખવા માટે સાત દેશોના 87 લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું, 6 સપ્તાહના કોર્સનો 28 ઑગસ્ટથી પ્રારંભ

    અમેરિકામાં હિન્દીને પ્રોત્સાહિત કરવા માટે અહીં સ્થિત ભારતીય દૂતાવાસ લોકોની માંગ પર પ્રતિષ્ઠિત જ્યોર્જ વૉશિંગટન યુનિવર્સિટીમાં સ્ટુડન્ટ માટે મફત હિન્દીનો કોર્સ સંચાલિત કરશે. 6 સપ્તાહનો નોન ક્રેડિટ હિન્દી ભાષાનો પરિચયાત્મક પાઠ્યક્રમ આજે એટલે કે 28 ઑગસ્ટથી શરૂ થશે અને દૂતાવાસમાં ભારતીય સંસ્કૃતિ વિષયના શિક્ષક ડૉ. મોક્ષરાજ સ્ટુડન્ટને ભણાવશે.

    આ વર્ષની શરૂઆતમાં દૂતાવાસે પોતાના પરિસરમાં એક કલાકના નિ:શુલ્ક સાપ્તાહિક ક્લાસ સંચાલિત કર્યા હતા. આ પાઠ્યક્રમને ઉત્સાહપૂર્વક પ્રતિક્રિયા મળી અને ખૂબ જ ઓછા સમયમાં સાત દેશોના 87 સ્ટુડન્ટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

    આ પણ વાંચો, સમલેંગિક મહિલા અંતરિક્ષ યાત્રીએ અવકાશમાંથી પૂર્વ પતિનું બૅંક ખાતું જોયું, NASA કરશે તપાસ

    જ્યોર્જ વૉશિંગટન યુનિવર્સિટી સ્થિત સિગુર ફોર એશિયન સ્ટડીઝના નિદેશક બેન્જામિન ડી હોપકિન્સ અને એસોસિએટ નિદેશક દીપા એમ ઓલ્લાપલ્લીએ હાલમાં અમેરિકા સ્થિત ભારતીય રાજદૂતને લખેલા પત્રમાં કહ્યું હતું કે, લોકોનો ઉત્સાહ સૂચવે છે કે લોકોમાં હિન્દી ભાષા શીખવા માટે ખૂબ જ રૂચિ છે...તેના કારણે સફળતાપૂર્વક પરિચયાત્મક પાઠ્યક્રમ બનાવવા અમે પ્રોત્સાહિત થયા.

    આ પરિચયાત્મક હિન્દી ભાષા પાઠ્યક્રમમાં સ્ટુડન્ટ ભાષાના વિવિધ પાસાઓનો પરિચય મેળવશે. તેમને હિન્દી બોલવાનું પણ શિક્ષણ આપવામાં આવશે.

    આ પણ વાંચો, ગાય સામે કૃષ્ણની જેમ વાંસણી વગાડવાથી તે વધુ દૂધ આપે છે - ભાજપ ધારાસભ્ય
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: George Washington University, Hindi, Indian embassy, US, Washington

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन