ભારત-પાક તણાવ: US, ફ્રાંસ અને બ્રિટનની માંગ - જૈશને કરો બ્લેક લિસ્ટ

સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ આપ્યો છે.

સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ આપ્યો છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી : ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમ સીમા પર છે. દેશનાં વડાપ્રાધાન નરેન્દ્ર મોદીએ બુધવારે જલ, થલ અને વાયુસેનાનાં પ્રમુખો સાથે લાંબી મુલાકાત કરી. સૂત્રોનું માનીએ તો ત્રણે પ્રમુખો સાથેની મુલાકાત પછી પીએમએ તેમને કોઇપણ નિર્ણય લેવાની આઝાદી આપી છે. જ્યારે અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવાની માંગ કરી છે.

  ન્યૂઝ એજન્સી રોયટર્સ પ્રમાણે સંયુક્ત રાજ્ય અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે બુધવારે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સમૂહ જૈશ એ મોહમ્મદને બ્લેકલિસ્ટ કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ આપ્યો છે. આપેલા પ્રસ્તાવમાં કાશ્મીરનાં પુલવામા હુમલાનો સંદર્ભ આપ્યો છે.

  આ પણ વાંચો: પાકિસ્તાનનો યૂ-ટર્ન, કહ્યું- 'ભારતીય વાયુસેનાના એક જ પાયલટ કબજામાં'

  આ પણ વાંચો: પાકિસ્તાનીઓએ કહ્યું:“પકડાયેલા ભારતીય પાયલોટને સન્માન આપજો”

  આ પહેલે અમેરિકાએ ભારતનું સમર્થન કરતા પાકિસ્તાને તેના દેશમાં રહેતા આતંકી સંગઠનો પર કાર્યવાહી કરવાની સલાહ આપી છે. અમેરિકાનાં વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પાકિસ્તાનને કહ્યું કે, 'મેં પાકિસ્તાનનાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી સાથે વાતચીત કરી હતી. તેમને હાલત વધારે ખરાબ ન કરવા અને સૈન્ય કાર્યવાહી ન કરે તેવી વાત સમજાવી હતી.'
  Published by:Kaushal Pancholi
  First published: