ટ્રમ્પનો આ નવો નિયમ અમેરિકામાં વસતા ભારતીયોની મુશ્કેલી વધારશે!

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (ફાઇલ તસવીર)

ડોનાલ્ડ ટ્રમ્પે ગ્રીન કાર્ડને લઈ બનાવ્યો આકરો નિયમ, ગરીબોને અમેરિકામાં રહેવાની મંજૂરી નહીં

  • Share this:
    અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શરૂઆતથી જ નિયમોમાં ફેરફાર માટે પ્રચલિત છે. હવે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને ગેરકાયદેસર ઇમિગ્રેશન રોકવા માટે એક નવો નિયમ બનાવ્યો છે. આ નિયમ હેઠળ અમેરિકાના વહિવટીતંત્રએ એ લોકોને વીઝા અને ગ્રીન કાર્ડ નહીં આપવાનો નિર્ણય કર્યો છે જે ગરીબ છે અને સરકારી સુવિધાઓનો ફાયદો લઈને અમેરિકામાં વસે છે. ડોનાલ્ડ ટ્રમ્પના સહયોગી સ્ટીફન મિલરની સલાહના આધારે તૈયાર કરવામાં આવેલો નવો નિયમ 15 ઓક્ટોબરથી લાગુ થશે.

    હાલમાં અમેરિકન અને NRI's લોકોને મળી છે આ સરકારી સુવિધા

    નોંધનીય છે કે, અમેરિકાના નિવાસીઓને અનાજ (Food grains), આવાસ, ચિકિત્સા અને લોક કલ્યાણની અને અનેક સરકારી યોજનાઓનો લાભ મળે છે. આ સુવિધા ત્યાં જતાં વિદેશીઓ અને ત્યાં નિવાસની સ્થાયી મંજૂરી મેળવનારા વિદેશી મૂળના લોકોને પણ મળે છે. પરંતુ હવે વહિવટીતંત્ર વીઝા આપતાં પહેલા તપાસ કરશે કે અમેરિકા આવનારી વ્યક્તિ પોતાની જવાબદારી જાતે ઉઠાવવામાં સક્ષમ છે કે નહીં. તેના માટે કડક નિયમ બનાવવામાં આવ્યા છે.

    આ પણ જુઓ, અમેરિકા: સ્ટોરમાં લૂંટના ઇરાદે મહેસાણાના ગુજરાતી પર હુમલો

    અમેરિકાના નાગરિક અને ઇમિગ્રેશન સેવાના કાર્યકારી નિદેશક કેન કુસીનેલી મુજબ આત્મનિર્ભર થવું અમેરિકાની જૂની પરંપરા છે. અમે તેને જ ફરી શરૂ કરવાનું કાર્ય કરી રહ્યા છીએ. થોડાક સમય બાદ તેનો લાભ અમેરિકાની ટેક્સ આપનારા લોકોને મળવા લાગશે. તેમને ટેક્સ ભરવાની સામે તમામ સરકારી સુવિધાઓ મળશે.

    શું છે ઈમિગ્રેશન નીત‍િ?

    અમેરિકાની ઈમિગ્રેશન વ્યવસ્થામાં ફેરફાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રાથમિકતામાં સામેલ છે. તે કાયદેસર અને ગેરકાયદેસર ઈમિગ્રેશનમાં ઘટાડો કરવા માંગે છે. તેઓ ઈમિગ્રેશનને અમેરિકાના હિત માટે ઉપયોગમાં લેવા માંગે છે, ઈમિગ્રન્ટના હિતમાં નહીંફ મેક્સિકો સરહદે દીવાલનું નિર્માણ પણ ટ્રમ્પની આ જ નીતિનો હિસ્સો છે. તેના દ્વારા તે મેક્સિકોથી થતી ઘૂસણખોરી પર રોક લગાવવા માંગે છે. તેના માટે અમેરિકાની સંસદમાં લાંબા સમય સુધી ગતિરોધ થયેલો છે.

    આ પણ વાંચો, અમેરિકાએ પણ સ્વીકાર્યુ- કાશ્મીર ભારત-પાક.નો દ્વિપક્ષીય મુદ્દો, મધ્યસ્થતાથી ઇનકાર
    Published by:Mrunal Bhojak
    First published: