ઓસામા બિન લાદેનનો પુત્ર માર્યો ગયો, ડોનાલ્ડ ટ્રમ્પે આપી જાણકારી

હમજા બિન લાદેન અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદી વિરોધી કાર્યવાહીમાં માર્યો ગયો

News18 Gujarati
Updated: September 14, 2019, 8:28 PM IST
ઓસામા બિન લાદેનનો પુત્ર માર્યો ગયો, ડોનાલ્ડ ટ્રમ્પે આપી જાણકારી
ઓસામા બિન લાદેનનો પુત્ર માર્યો ગયો, વ્હાઇટ હાઉસે આપી જાણકારી
News18 Gujarati
Updated: September 14, 2019, 8:28 PM IST
ઓસામા બિન લાદેન (Osama bin Laden)નો પુત્ર હમજા બિન લાદેન (Hamza bin Laden)માર્યો ગયો છે. વ્હાઇટ હાઉસ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે.

વ્હાઇટ હાઉસે એક નિવેદનમાં કહ્યું હતું કે અલ કાયદાના સંસ્થાપક ઓસામા બિન લાદેનનો વારિસ હમજા બિન લાદેન અફઘાનિસ્તાન-પાકિસ્તાન બોર્ડર પર આતંકવાદી વિરોધી કાર્યવાહીમાં માર્યો ગયો છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ દ્વારા જારી એક નિવેદનમાં કહ્યું હતું કે હમજા બિન લાદેનના મોતથી અલકાયદાને ફક્ત ફટકો જ પડ્યો નથી પણ તેના પિતા સાથેના પ્રતિકાત્મક સંબંધો પણ ખતમ થઈ ગયા છે. અલકાયદાની ગતિવિધિઓ નબળી પડશે.

આ પણ વાંચો - 9 વર્ષ સુધી IED ધમાકાથી બચાવનાર ડોગનું મોત, સૈનિકોએ સલામી આપી કર્યો વિદાય

અમેરિકી મીડિયાએ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં જાણકારી આપી હતી કે અમેરિકાના બે વર્ષ ચાલેલા ઓપરેશન પછી હમજા બિન લાદેન માર્યો ગયો હતો. જોકે ડોનાલ્ડ ટ્રમ્પ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓએ તેનો સ્વિકાર કર્યો ન હતો અને સાર્વજનિક રીતે આ માનવાથી ના પાડી દીધી હતી. જોકે અમેરિકાના ડિફેન્સ સેક્રટરી માર્ક એસ્પરે ગત મહિને જ હમજાના મોતની પૃષ્ટિ કરી દીધી હતી.

ઓસામા બિન લાદેનના 20 બાળકોમાંથી 15મો અને તેની ત્રીજી પત્નીનો પુત્ર હમજા લાદેન લગભગ 30 વર્ષનો હતો. અલ કાયદામાં તે એક નેતા તરીકે ઉભરી રહ્યો હતો. હમજા ઉપર ફેબ્રુઆરી 2019માં વિદેશ વિભાગે એક મિલિયન ડોલરના ઇનામની જાહેરાત કરી હતી.
Loading...

હમજાના ઘણા ઓડિયો અને વીડિયો મેસેજ સામી આવી ચૂક્યા હતા. જેમાં તે અમેરિકા અને એન્ય દેશોમાં હુમલાની ધમકી આપતો જોવા મળતો હતો.
First published: September 14, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...