Afghanistan: કાબુલ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા હતા આત્મઘાતી હુમલાખોર, US Airstrike ના બન્યા નિશાન
Afghanistan: કાબુલ એરપોર્ટ તરફ આગળ વધી રહ્યા હતા આત્મઘાતી હુમલાખોર, US Airstrike ના બન્યા નિશાન
અમેરિકાની કાબુલ એરપોર્ટ ઉપર એરપોર્ટ
US Airstrike afghanistan: ગુરુવારે કાબુલ એપોર્ટ (kabul airport attack) ઉપર સતત ત્રણ ધડાકા થયા હતા. આ વિસ્ફોટમાં અમેરિકાના (bomb blast) 13 સૈનિકો સહિત 169 નાગરિકો માર્યા ગયા હતા. ત્યારબાદ અમેરિકાએ (America) આનો બદલો લેતા શનિવારની સવારે અફઘાનિસ્તામાં (Afghanistan attack) હાજર ઈસ્લામિક સ્ટેટના અનેક વિસ્તારો ઉપર ડ્રોનથી હુમલો (drown attack) કર્યો હતો.
Afghanistan latest update:અફઘાનિસ્તાનના (Afghanistan news) કાબુલ એરપોર્ટની (Kabul Airport Attack) પાસે રવિવારે સાંજે એક રહેણાંક વિસ્તારમાં રોકેટ હુમલો થયો હતો. આ હુમલામાં એક બાળક સહિત ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. અમેરિકી અધિકારીઓએ આ મામલા અંગે જાણકારી આપી હતી કે એમેરિકાએ એકવાર ફરીથી એરસ્ટ્રાાઈક (US Airstrike) કરી હતી. આ એર સ્ટ્રાઈકમાં એક આત્મઘાતી હુમલાખોર નિશાને ચડ્યો હતો કે કાબુલ એરપોર્ટને (kabul airport attack) ઉડાવવાની કોશિશમાં હતો.
અમેરિકાએ પહેલા જ કાબુલ એરપોર્ટ ઉપર હુમલો થવાની ચેતવણી આપી હતી. અમેરિકાએ રવિવારે વધુ એક એરસ્ટ્રાઈક કરીને આત્મઘાતી હુમલાવરોને નિશાન બનાવ્યા હતા. અમેરિકા તરફથી આ હુમલો ત્યારે કરવામાં આવ્યો હતો જ્યારે કાબુલ એરપોર્ટ ઉપર નિકાસી રેસ્ક્યૂ અભિયાનનું કામ ચાલી રહ્યું હતું.
બે અમેરિકી અધિકારીઓએ રોયટર્સને જણાવ્યું હતું કે અનેક આત્મઘાતી હુમલાવર કાબુલ એરપોર્ટ તરફથી જઈ રહ્યા હતા. કોઈ પણ પ્રકારની અનહોની અને ઘટનાને ટાળવા માટે એકવાર ફરીથી સૈન્ય કાર્યવાહી કરી હતી. અધિકારીઓ કહ્યું હતું કે, અત્યારે કાબુલ એરપોર્ટ ઉપર કોઈપણ પ્રકારને ટાળી દીધો છે.
જણાવી દઈએ કે ગુરુવારે કાબુલ એપોર્ટ ઉપર સતત ત્રણ ધડાકા થયા હતા. આ વિસ્ફોટમાં અમેરિકાના 13 સૈનિકો સહિત 169 નાગરિકો માર્યા ગયા હતા. ત્યારબાદ અમેરિકાએ આનો બદલો લેતા શનિવારની સવારે અફઘાનિસ્તામાં હાજર ઈસ્લામિક સ્ટેટના અનેક વિસ્તારો ઉપર ડ્રોનથી હુમલો કર્યો હતો. અમેરિકાએ દાવો કર્યો હતો કે આ હુમલામાં ઇસ્લામિક સ્ટેટના બે પ્રમુખ આતંકી માર્યો ગયો હતો.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આશંકા વ્યક્ત કરી હતી કે કાબુલ એરપોર્ટ ઉપર પણ આત્મઘાતી હુમલો થઈ શકે છે. અમેરિકાની ચેતવણી રજૂ કરતા પોતાના નાગરિકોને કાબુલ એરપોર્ટથી દૂર રહેવા માટે કહ્યું હતું.
આવી પરિસ્થિતિ વચ્ચે કાબુલ એરપોર્ટ બહાર આત્મઘાતી હુમલાઓ થયા હતા. જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યાર બાદ અમેરિકી સેનાએ એરસ્ટ્રાઈક કરીને આતંકીઓને શબક શીખવાડ્યો હતો. ત્યારબાદ અમેરિકીઓ ઉપર હુમલો થવાની પણ ચેતવણી આપી હતી. ત્યારબાદ આજે રવિવારે એરપોર્ટ બહાર રોકેટ વડે હુમલો કર્યો હતો.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર