Home /News /world /

UPSCની વેબસાઇટ હેક, હેકર્સે હોમપેજ પર ડોરેમોનનું કાર્ટૂન મૂકી દીધું

UPSCની વેબસાઇટ હેક, હેકર્સે હોમપેજ પર ડોરેમોનનું કાર્ટૂન મૂકી દીધું

સોમવારે મોડીરાત્રે યુપીએસસીની વેબસાઈટ હેક થઈ.

સવારે નવ વાગ્યે આ વેબસાઈટને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેના પર "આ વેબસાઈટ અન્ડર મેઇન્ટેનન્સ છે" તેવો સંદેશ આવી રહ્યો હતો.

    નવી દિલ્હીઃ ધ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી)ની વેબસાઈટને સોમવારે મોડીરાત્રે હેકર્સે હેક કરી લીધી છે. આ વેબસાઈટની દેખરેખ ભારત સરકાર તરફથી કરવામાં આવે છે.

    http://www.upsc.gov.in વેબસાઈટને જ્યારે ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારે તેના હોમપેજ પર ડોરેમોન કાર્ટૂન નજરે પડી રહ્યું હતું. સાથે એક સંદેશ પણ જોવા મળતો હતો જેમાં લખ્યું હતું, "ડોરેમોન!!!! ફોન ઉઠાવ." હોમપેજમાં નીચેના ભાગમાં "I.M. STEWPEED" લખેલું પણ જોવા મળ્યું હતું. હોમપેજ ખોલતાની સાથે જ બેકગ્રાઉન્ડમાં ડોરેમોનનું ટાઈટલ સોંગ પણ વાગી રહ્યું હતું.

    સવારે નવ વાગ્યે આ વેબસાઈટને ખોલવાનો પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે તેના પર "આ વેબસાઈટ અન્ડર મેઇન્ટેનન્સ છે" તેવો સંદેશ આવી રહ્યો હતો.

    યુપીએસસીની વેબસાઈટને ત્યારે જ હેક કરવામાં આવી છે જ્યારે યુપીએસસી રિક્રૂટમેન્ટ 2018 માટે એપ્લિકેશનની પ્રોસેસ વેબ મારફતે ઓનલાઈને શરૂ કરવામાં આવી છે.

    વેબસાઈટ હેક થતાની સાથે જ અમુક યુઝર્સે આ અંગેનો સ્ક્રિનશોટ લઈને સોશિયલ મીડિયા ટ્વિટર અને ફેસબુક પર શેર કરવાનું શરૂ કરી દીધું હતું. અમુક લોકોએ આવા સ્ક્રિનશોટને પોસ્ટ કરતાની સાથે સાથે વડાપ્રધાન, ડિજિટલ ઇન્ડિયા અને આઈટી મંત્રાલયના હેન્ડલ્સને પણ ટેગ કર્યા હતા.

    જોકે, આવું પ્રથમ વખત નથી બન્યું જ્યારે કોઈ સરકારી વેબસાઈટને હેક કરવામાં આવી હોય. આ પહેલા એપ્રિલ મહિનામાં સુપ્રીમ કોર્ટની વેબસાઈટને પણ હેક કરી લેવામાં આવી હતી. આ હેકિંગ પાછળ બ્રાઝિલની હેકર્સ ટીમ જવાબદાર હતી.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: UPSC

    આગામી સમાચાર