કેલિફોર્નિયામાં બંદૂકધારીએ પાંચ લોકોની કરી હત્યા અને પછી પોતાને મારી ગોળી

News18 Gujarati
Updated: September 13, 2018, 12:28 PM IST
કેલિફોર્નિયામાં બંદૂકધારીએ પાંચ લોકોની કરી હત્યા અને પછી પોતાને મારી ગોળી
પ્રતિકાત્મક તસવીર

અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત બેકર્સફિલ્ડમાં એક બંધૂકધારીએ પાંચ લોકોની હત્યા કરીને પોતાની જાતને ગોળી મારી દીધી હતી.

  • Share this:
અમેરિકાના કેલિફોર્નિયામાં સ્થિત બેકર્સફિલ્ડમાં એક બંધૂકધારીએ પાંચ લોકોની હત્યા કરીને પોતાની જાતને ગોળી મારી દીધી હતી. સ્મચાાર એજન્સી એસોસિએટેડ પ્રેસે અધિકારીઓના હવાલેથી જાણકારી આપી હતી.

કર્ન કોઉન્ટી શેરિફ વિભાગના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે સ્થાનિક સમયાનુસાર બુધવારે સાંજે 5.20 વાગે બેકર્સફિલ્ડમાં બીયર માઉન્ટેન પાછળ સ્થિત એક ટ્રકિંગ બિઝનેસમાં એક વ્યક્તિ પોતાની પત્ની સાથે આવ્યો હતો. આ શખ્સે ગોળીઓ વરસાવાની શરુ કરી દીધું હતું. આ દરમિયાન તેણે પોતાની પત્નીને પણ ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ફાયરિંગ કરને તે ત્યાંથી ભાગીછૂટ્યો હતો. જોકે, પાલીસે તેને રસ્તામાં જ ઘેરી લીધો હતો. ત્યારબાદ તેમણે પોતાને જ ગોળી મારી લીધી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે હુમલો કરનાર યુવકી ઓળખ થઇ નથી. એ પણ જાણવા મળ્યું નથી કે અન્ય મૃતકો તેના ઓળખીતા હતા કે કેમ?
First published: September 13, 2018, 11:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading