132 રુમના વ્હાઇટ હાઉસમાં એકલા રહી ગયા ટ્રમ્પ! ટ્વિટ કરી જણાવ્યું દુઃખ

News18 Gujarati
Updated: December 26, 2018, 7:26 AM IST
132 રુમના વ્હાઇટ હાઉસમાં એકલા રહી ગયા ટ્રમ્પ! ટ્વિટ કરી જણાવ્યું દુઃખ
132 રુમના વ્હાઇટ હાઉસમાં એકલા રહી ગયા ટ્રમ્પ! ટ્વિટ કરી જણાવ્યું દુઃખ

એક પછી એક ટ્વિટ અને તસવીર પોસ્ટ કરીને ટ્રમ્પ એમ કહેવા માંગે છે કે તે સખત મહેનત કરી રહ્યા છે

  • Share this:
અમેરિકાના રાષ્ટ્રપતિના નિવાસ સ્થાનમાં 132 રુમ છે પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એકલા રહી ગયા છે. ક્રિસમસની પૂર્વ સંધ્યા પર વ્હાઇટ હાઉસમાં એકલા રહી ગયેલા અને કંટાળી ગયેલા ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના આખો દિવસ ટિકાકારો ઉપર પ્રહાર કરવામાં પસાર કર્યો હતો.

સરકારી વિભાગોમાં ગતિવિધિઓ આંશિક રુપથી ઠપ થયાના ત્રણ દિવસ પસાર થઈ ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા-મેક્સિકો સરહદ પર દીવાલ નિર્માણ માટે બજેટની માંગણીને લઈને ડેમોક્રેટ્સ સાથે વિવાદથી આ અવરોધ ઉભો થયો છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે ફ્લોરિડામાં મારા લાગો રિસોર્ટની યાત્રા રદ કરી હતી અને કહ્યું હતું કે તે વ્હાઇટ હાઉસમાં સાવ એકલા છે અને આંશિક રુપથી ઠપ પડેલા સરકારી કામકાજને શરુ કરવા માટે ડેમોક્રેટ્સ સાથે વાતચીત માટે રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો - #YearEnder2018: તે ઐતિહાસિક ચુકાદા જેણે લોકોની જિંદગી બદલી દીધીએક પછી એક ટ્વિટ અને તસવીર પોસ્ટ કરીને ટ્રમ્પ એમ કહેવા માંગે છે કે તે સખત મહેનત કરી રહ્યા છે. જ્યારે વિપક્ષી ડેમોક્રેટિક સાંસદ પોતાના ઘરમાં ક્રિસમસ મનાવી રહ્યા છે.

ટ્રમ્પે સોમવારે ટ્વિટ કર્યું હતું કે હું વ્હાઇટ હાઉસમાં સાવ એકલો છું અને ડેમોક્રેટ્સના પાછા આવવા અને સરહદ સુરક્ષા પર એક સમજુતી કરવા માટે રાહ જોઈ રહ્યો છું.
First published: December 25, 2018, 5:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading